માંગરાેળ: મરીન પાેલીસમાં ફરજ બજાવતા જયદિપભાઇ પરમારે ઝેરી દવા પી લેતાં માેત
By મયુરી મકવાણા -જૂનાગઢ
માંગરાેળના મરીન પાેલીસમાં નાેકરી કરતાં જયદિપભાઇ વીરાભાઇ પરમારે અગમ્ય કારણાેસર ઝેરી દવા પી લેતાં માેત થયુ છે.
માંગરાેળ ડીવાયએસપી આેફીસમાં કામગીરી કરતાં પાેલીસ કર્મીએ ઢેલાણાં ગામે તેમની વાડીએ જઇ દવા પી લેતાં સાૈ પ્રથમ માંગરાેળ ત્યારબાદ કેશાેદ સારવાર અર્થે લવાયાં હતા, જયાં તેમનુ માેત નિપજ્યું હતું.
કેશાેદ હાેસ્પિટલમાં પાેસ્ટમાેર્ટમ બાદ તેમના વતન લઇ જવાયા હતાં. આપધાતની ઘટના પગલે પાેલીસ બેડામાં ચકચાર મચી છે. જયારે ગ્રામજનાેમાં શાેકનું માેજુ ફરી વળ્યું હતું. કયા કારણાેસર પાેલીસ કર્મીએ માેત મીઠું કર્યું તે પાેલીસ માટે તપાસનાે વિષય બન્યાે છે.