વાંકાનેર : ઇ-ગ્રામ વીસીઇના પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો શુ કરશે? જાણવા વાંચો
કોમ્પ્યુટર ઓપરેટરોએ ટીડીઓને આવેદનપત્ર આપી કમીશન પ્રથાને બદલે પગાર ધોરણ નક્કી કરવા માંગ કરી.
વાંકાનેર : રાજય સરકારના ઇ-ગ્રામ વિશ્વ ગ્રામ યોજના હેઠળ ખેડૂતોને ગામડામાં પીએમ કીશાન, કૃષિ સહાય તેમજ અલગ-અલગ યોજનામાં ઓનલાઇન ફોર્મ ભરવાની કામગીરી ગ્રામ પંચાયતમાં વી.સી. (વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર) દ્વારા કરવામાં આવે છે. આ કામગીરી લાંબા સમયથી ચાલી રહી છે અને આ કામગીરી કમીશન પર ચાલે છે. ઓપરેટરને ફોર્મ દીઠ કમિશન ચુકવવામાં આવે છે. જો કે છેલ્લા બે વર્ષથી આ કામગીરીનું કમિશન ચૂકવવામાં ના આવતા ઓપરેટરોની હાલત કફોડી બની છે.
જેથી, વાંકાનેર તાલુકાના વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી આગામી દિવસોમાં તમામ ઓપરેટરને કમિશનના બદલે પગાર ધોરણમાં સમાવવામાં આવે, કોરોના મહામારી પણ લોકોના સીધા સંપર્કમાં આવતા હોવાથી તેઓને પણ કોરોના થવાની સંભાવના વધી છે. જેથી, તેઓને વીમા કવચમાં સામેલ કરવા આ ઉપરાંત બે વર્ષની કામગીરીનું જે કમીશન ચૂકવવાનું બાકી છે, તે વહેલી તકે ચૂકવવામાં આવે તેવી માંગણી કરી છે. જો તેમની આ માંગણી સ્વીકારવામાં નહિ આવે તો આગામી તારીખ 5થી કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.