skip to content

વાંકાનેર : જડેશ્વર રોડ પર જુગાર રમતા છ ઝડપાયા

વાંકાનેર : વાંકાનેરના જડેશ્વર રોડ પર ઇંટુના ભઠ્ઠા પાસે જુગાર રમતા છ શખ્સો ઝડપાયા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 41,000 જપ્ત કરી છે. પોલીસે આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગઈકાલે તા. 30ના રોજ વાંકાનેરના જડેશ્વર રોડ પર એસ્સારના પંપ પાછળ ખડીપરા ઇંટુના ભઠ્ઠા પાસે જાહેરમાં હારજીતનો જુગાર રમતા મહેશભાઇ ગોવીંદભાઇ પલાણી, ગોપાલભાઇ લધુભાઇ મદ્રેસાણીયા, વશરામભાઇ પ્રેમજીભાઇ વરાણીયા, બટુકભાઇ ઠાકરસીભાઇ ઉભડીયા, મુકેશભાઇ હરખુભાઇ વીકાણી તથા શૈલેષભાઇ દેવશીભાઇ વીકાણીને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 41,000 અને મોબાઈલ સહીત કુલ રૂ. 75,100નો મુદામાલ કબ્જે કર્યો છે. તેમજ પોલીસે આરોપીઓની અટકાયત કરી છે.

આ સમાચારને શેર કરો