ટંકારા પંથકમાં તસ્કરોનો આંતક : કાગદડી પાસે છરીના ઘા ઝીકી લૂંટનો પ્રયાસ
By Jayesh Bhatasna -Tankara
પહેલા મિતાણાં ગામે આવેલ બહુચર માતાના મંદિરની દાનપેટીમાંથી હાથફેરો કર્યા બાદ કાગદડી લૂંટનો પ્રયાસ કર્યો : ટંકારા પોલીસે ઘટનાસ્થળે સીસિ ટીવી ટબલા સ્વરૂપે હોય મહત્વ ની કળી હાથ ન લાગી.
ટંકારા : ટંકારા પંથકમાં ગત રાત્રીના તસ્કરોએ રીતસરનો આંતક મચાવ્યો હતો. જેમાં રાજકોટ મોરબી રોડ પર આવેલા મિતાણા પાસે ના દિવ્ય શક્તિ ધામ ની દાન પેટી તસ્કરો લઈ ને ફરાર થઈ ગયા બાદ ટંકારાના કાગદડી પાસે ફાર્મ હાઉસ મા એક વ્યક્તિ ને છરીના ઘા ઝીકી લૂંટનો પ્રયાસ કર્યો હતો. હાલ આ બનાવની જાણ થતાં ટંકારા પોલીસ ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે જ્યારે કાગદડી બનાવ બાદ રાજકોટ કાલાવડ પોલીસ દ્વારા તપાસ હાથ ધરી છે.
આ ધટના ના સિસી ટિવી ના ફુટેજ જોતા જાણવા મળ્યું હતું કે સીસીટીવી કેમરા બંધ હોવાથી પોલીસને મહત્વની કડી મળી નથી. જો કે મોરબીમાં પણ આવી રીતે ચોરીના બનાવ બનતા એક જ ગેંગની સંડોવણી હોવાની શંકા જન્મી છે.