Placeholder canvas

વાંકાનેર: સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ,તાલુકામાં 86 ઉમેદવાર અને શહેરમાં 68 ઉમેદવાર મેદાનમાં

વાંકાનેર: સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીમાં આજે ફોર્મ પાછા ખેંચવા નો છેલ્લો દિવસ હતો, આજે અમુક ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા અને ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે.

આજે ફોર્મ પાછા ખેંચવાના સમયમર્યાદા પૂરી થયા બાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે જેમાં મોરબી જિલ્લા પંચાયતની વાંકાનેરમાં આવતી છ જિલ્લા પંચાયત ની સીટો માં કુલ ૧૭ ઉમેદવારો મેદાનમાં છે જેમાં રાતીદેવડી જિલ્લા પંચાયત ને બાદ કરતા તમામ સીટો પર ત્રણ – ત્રણ ઉમેદવારો છે, જ્યારે રાતીદેવરી સીટ ઉપર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો થશે. આ સીટ ઉપર માત્ર બે જ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. આ બંને ઉમેદવારો આયાતી છે અને સિંધાવદર ગામના છે.

વાંકાનેર તાલુકા પંચાયતની કુલ 24 સીટોનું હવે ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. આજે 10 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લેતા હોવી 24 સીટોમાં કુલ 69 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે તાલુકા પંચાયતની સીટો માં કોઈ જગ્યાએ બે, કોઈ જગ્યાએ ત્રણ તો કોઈ જગ્યાએ ચાર ઉમેદવારો એક સીટ ઉપર છે. ચારથી વધુ ઉમેદવારો કોઈપણ સીટ પર નથી.

જ્યારે વાંકાનેર નગરપાલિકા ના કુલ ૭ વોર્ડ માં થી ૨૮ સભ્યોએ ચૂટવા માટે કુલ ૬૮ ઉમેદવારો મેદાનમાં છે જેમાં વોર્ડ નંબર ચાર માં કોંગ્રેસ અને બસપા વચ્ચે સીધો મુકાબલો છે.

વાંકાનેર સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં આમ તાલુકામાં 86 અને નગરપાલિકામાં 68 ઉમેદવારો કુલ 154 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. તમામ ઉમેદવારોને ચૂંટણીના પ્રતીક ફાળવી દેવામાં આવ્યા છે.

આ સમાચારને શેર કરો