skip to content

ટંકારા: તાલુકા પંચાયતની સાવડી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર બિનહરીફ


By Jayesh Bhatashna (Tankara) ટંકારા : મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ રાજકીય પક્ષો સોંગઠબાજીની ચાલ રમીને એકબીજાને ધોબી પછાડ કરવામાં મેદાને આવ્યા છે જેમાં ભાજપે ચાલ રમી ટંકારા તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા જ સાવડી બેઠક કબ્જે કરી લીધી છે. સાવડી બેઠક ઉપરના કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા છે.

ટંકારા તાલુકા પંચાયતમાં ચૂંટણી જંગ બરાબરનો જામ્યો છે.ખાસ કરીને ભાજપે ચૂંટણી પહેલા જ જીત મેળવવા ચાલ રમીને કોંગ્રેસની એક વિકેટ ખેરવી દીધી છે જેમાં ટંકારા તાલુકા પંચાયતની સાવડી બેઠક ઉપર ઢેઢી રીટાબેન ચંદ્રકાન્તભાઈએ કોંગ્રેસના મેન્ડેડ ઉપરથી ઉમેદવારી નોંધાવી હતી.

આજે કોંગ્રેસના ઉમેદવાર રીટાબેન ચંદ્રકાન્તભાઈએ નાટકીય ઢબે ફોર્મ પરત ખેંચી લીધું હતું.આથી સાવડી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અને જિલ્લા ભાજપ સંગઠનના ઉપપ્રમુખ પુષ્પાબેન પ્રભુભાઈ કામરીયા બિનહરીફ વિજેતા જાહેર થતા તેનું વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું.ભાજપના પ્રમુખ કિરીટભાઈ અંદરપા, અગ્રણી પ્રવીણભાઈ લો એ ચાલબાજી રમીને કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે.

આ સમાચારને શેર કરો