Placeholder canvas

વાંકાનેર: તાલુકા કક્ષાનો માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો

વાંકાનેર: મહિલા અને બાળ વિકાસ વિભાગ I.C.D.S. વાંકાનેર ઘટક 1 અને 2 દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત વર્ષ 2019- 20ના તાલુકા કક્ષાનો માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમ તાલુકા પંચાયત વાંકાનેર ખાતે યોજાયો હતો.

આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં બહેનો I.C.D.S. સુપરવાઇઝર તથા આંગણવાડી વર્કર બહેનો ઉપસ્થિત રહેલ. કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી ત્યારબાદ અલગ-અલગ સંસ્થાના બહેનો દ્વારા મહિલાઓને જાગૃત કરવામાં આવ્યા.

કાર્યક્રમમા ઘટક 1 અને ઘટક 2 ના C.D.P.O. તૃપ્તિબેન કામલીયા અને મયુરીબેન ઉપાધ્યાય હાજર રહ્યા. તે સિવાય આગાખાન સંસ્થા ના ફાલ્ગુનીબા , પોલીસ કોન્સ્ટેબલ હેતલબેન પાંચિયા , 181 હેલ્પલાઇન અભયમમાંથી ચંદ્રિકાબેન અને પિંકીબા, ચાઈલ્ડ લાઈનમાંથી રાજદીપભાઇ પરમાર, સખીવનસ્ટોપ માંથી પ્રવિણાબેન પંડયા, નારી અદાલતમાંથી તેજલ બેન ગઢવી હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમાં મહેમાનોના હસ્તે માતા યશોદા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો જેમાં વાંકાનેર તાલુકામાં કોઠારીયા-C તેમજ લુણસર-B આંગણવાડીને તથા વાંકાનેર નગરપાલિકામાં કુંભારપરા આંગણવાડીને એનાયત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા વાંકાનેર icds વિભાગે જહેમત ઉઠાવી હતી.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/H1vrbxTYK6h3bx1pZJ3Wn3

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો