વાંકાનેરમાં ચુવાળીયા ઠાકોર સમાજનો છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ યોજાયો.

૭ નવદંપતિએ લગ્નગ્રંથિથી જોડાઈ પ્રભુતામાં પગલાં માંડ્યા

વાંકાનેર : વાંકાનેર ખાતે આવેલ વેલનાથ દાદાના મંદિરે જય વેલનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૬ વર્ષથી ચુવાળીયા ઠાકોર સમાજમાં એકતા અને ભાઈચારો જળવાઈ રહે તેવા હેતુ સાથે કોઈ ખોટા ખર્ચા નહીં અને દેખાદેખી થી ઉપર ઉઠી એક જ માંડવા નીચે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજે યોજાયેલા સમૂહલગ્નમાં ૭ નવદંપતિએ સંતો મહંતોના આશીર્વાદ લઈ પ્રભુતામાં પગલાં પાડી પોતાના લગ્ન જીવનની શુભ શરૂઆત કરી હતી .

આ છઠ્ઠા સમૂહ લગ્નનું આયોજન રાજકોટ રોડ પર આઈ.ટી.આઈ.ની બાજુમાં આવેલ વેલનાથ દાદાના મંદિરના પટાંગણમાં કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે હળવદ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરિયા, નકલંક રણુંજાધામના મહંત રામદાસ બાપુ, વાંકાનેર યુવરાજ કેશરીદેવસિંહજી, વાંકાનેર પૂર્વ નગરપતિ જીતુભાઈ સોમાણી સહિત સામાજિક અગ્રણીઓ, સંતો મહંતો તથા બહોળી સંખ્યામાં ઠાકોર સમાજના ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા.

આ સમૂહ લગ્નને સફળ બનાવવા જેન્તીભાઈ મદ્રેસાણીયા, રણછોડભાઈ માણસુરીયા, રામભાઈ માણસુરીયા, પ્રવીણભાઈ ઉઘરેજા, સહિત સમૂહ લગ્ન સમિતિના કાર્યકર્તાઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

આ સમાચારને શેર કરો