skip to content

વાંકાનેર: ખેતરમાં માલઢોર ચરાવવા મામલે આધેડને ધમકી આપી

વાંકાનેર : વાંકાનેરના તીથવા ગામે ખેતરમાં માલઢોર ચરાવવા મામલે આધેડ સાથે ઝપાઝપી કરી બે શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની આધેડે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર અબ્દુલભાઇ જલાલભાઇ વકાલીયા ઉ.વ. ૫૮ ધંધો ખેતી રહે.તીથવા ધાર લાલસાનગર સ્મશાન પાસે , વાંકાનેર વાળાએ આરોપીઓ કાળુભાઇ નંદાભાઇ ભરવાડ તથા શંકરભાઇ નંદાભાઇ ભરવાડ રહે. બંને તીથવા ધાર વિસ્તાર , વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે….

ગઈકાલે તા.૮ ના રોજ બનેલા આ બનાવમાં ફરીયાદીએ વાવવા રાખેલ વાડીમાંનો કપાસનો અમુક ભાગનો પાક પાકી જતા જે વીણાઇ ગયેલ હોય જેમા આરોપીઓએ પોતાના માલ ઢોર ચરાવવાનુ કહેતા હાલમા ત્યાં જઇ શકાય નથી તેમ કહેતા આરોપીઓએ આ ખેતર કયા તારા બાપનુ છે તેમ કહી ઝપાઝપી કરી લાકડી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Bg9cW6lrckEGLeEs95MWp2

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો