દયાનંદનગરી ટંકારાને વિકસાવવા યાત્રા- પ઼વાસન નિગમે મંજુર કરેલ ઍક કરોડમાંથી સૌપ્રથમ ખંડેર બસસ્ટેશન બનાવવાની માંગ

By Jayesh Bhatasna -Tankara

        મોરબી જીલાના યાત્રાધામના પ઼વાસન સેન્ટરોને વિકસાવવા મંજુર થયેલ ત્રણ કરોડની ગ઼ાંટ પૈકી મહષિઁ દયાનંદની જન્મભૂમિ ટંકારા માટે ખાસ ૧ કરોડ ફાળવાયા હોય તે રકમમાથી સૌ પ઼થમ તાલુકા મથક ટંકારા ખાતે બસસ્ટેન્ડની પાયાની જ સુવિધા ન હોવાથી જુનુ બસ સ્ટેન્ડ ફરી નમૂનેદાર બનાવી મૂળ સ્થાને પૂવઁવત કરવા માંગણી ઉઠાવી ખરા ટાંકણે તંત્રનો કાન આમળી પ઼જાને વિકાસના ફળ ચખાડવા શહેરના મુકેશ ગોસાઈઍ ટોણો માયૉઁ હતો. 

           વષઁ ૨૦૧૬ મા મોરબી જીલાના યાત્રાધામ માટે પ઼વાસ કરવા લાયક પ઼વાસન કેન્દ્ર માટે યાત્રાધામ પ઼વાસન બોડઁ દ્વારા ૠષિ દયાનંદની જન્મ ભૂમિ ટંકારા, વાંકાનેરના સ્વયંભૂ જડેશ્ર્વર મહાદેવ, ખોડીયાર ધામ માટેલ અને રાજચંદ્રના વવાણીયાને વિકસાવવા માટે ત્રણ કરોડનુ પેકેજ ફાળવવાનુ જાહેર કરાયા બાદ તાજેતરમા ટંકારાને ૧ કરોડ, જડેશ્ર્વર માટે ૨ કરોડ અને માટેલ માટે ૫૦ લાખની મંજુરી મળી જતા મંજુર થયેલ ત્રણેય પ઼વાસન સેન્ટરના વિકાસ માટે ગ્રાન્ટ વાપરવા ગત માસે જીલા મથકે કલેકટર કચેરીમા બેઠકક પણ મળી હતી. અને વિકાસકામ માટે સમિતી બનાવી વિકાસકામ શરુ કરવાનુ નકી થયુ છે.

ત્યારે ટંકારાના મુકેશભાઈ ગોસાઈ નામના નાગરીકે તંત્ર ને ખરા ટાંકણે ચિંટીયો ખણી જગતને મહાન સામાજીક ક઼ાંતિકારી સંત મહષિઁ દયાનંદ સરસ્વતીની ભેટ આપનારા ટંકારાનો ખરેખર વિકાસ કરી પ઼જાને વિકાસના ફળ ચખાડવાની નેમ હોય તો પ્રજાના નસીબમા બસસ્ટેન્ડની સવલત એસ.ટી. તંત્ર આપી શકયુ નથી તે પૂર્ણ કરવા માંગણી કરી હતી.વધુમા, તાલુકાની 91000 ની વસ્તી છે. નાનકડા ગામડામાં બસસ્ટેન્ડના પાકા છાપરા ઉભા છે. જયારે તાલુકા મથકે કોઇ બસસ્ટેશન જેવી પાયાની માળખાકીય સુવિધા નથી.

અહિયા વર્ષો પૂર્વે મુખ્ય પ્રવેશ દ્વાર પાસે બસસ્ટેન્ડ ધમધમતુ હતુ.પરંતુ  કમનસીબે એસ.ટી.હાઈવે પર થંભી બારોબાર નિકળી જવા લાગતા બસસ્ટેન્ડ સમય જતા પડી ભાંગ્યું અને હાઇવે ઉપર માત્ર પિકઅપ પોઇન્ટ બની ગયો.હાલમાં, બસ સ્ટેન્ડ ન હોવાથી હાઇ વે ઉપર જ બસ પેસેન્જરોને ચડ ઉતર  ની ફરજ પાડી ને પિકઅપ પોઇન્ટ ના નામે દોડતી રહે છે. રાજકોટ અને મોરબીની મધ્યે મહત્વનુ સેન્ટર ટંકારા ગણાય છે. ધોરીમાર્ગ ઉપરનો તાલુકો છે. રાજકોટ-મોરબી ઉપરાંત અમદાવાદ, કચ્છ, જામનગર જેવા મેગા સેન્ટર સાથે સીધુ જોડાણ ધરાવતા રાષ્ટ્રીય માર્ગની સવલત પણ છે.

તાલુકા મથકે બસ સ્ટેશનની તાલુકા કક્ષાની  માળખાકીય સુવિધા માટે તાલુકાની પ્રજાની વરસોથી માંગણી પણ છે. આ મામલે રજુઆતો કરીને પ્રજાજનો  નિંભર તંત્રથી રીતસર  હાંફી ગયા છે. અખબારોમા પણ તંત્રની બહેરા મુંગાની સુરખીઓ પણ અનેક વખત પ્રગટ થઇ ચુકી છે. બસ તંત્ર હાઇવે કાંઠે બસ સ્ટેશન બનાવવા માટે જગ્યા માટે હવાતિયા મારે છે. ત્મારે મુકેશ ગૌસ્વામીએ તંત્ર સમક્ષ ખંઢેર બની ગયેલુ જુનુ બસ સ્ટેશન ફરી ધમધમતુ કરી પૂવવઁવત કરવા માંગણી ઉઠાવી છે.જુનુ બસસ્ટેશન ચાલુ કરાવી પ઼વાસન ક્ષેત્રના વિકાસના શ્રીગણેશ કરી દયાનંદધામને વિકસાવવા પ઼જાજનો વતી જાહેર માંગણીરૂપી અપિલ સ્વિકારવા જણાવ્યુ હતુ.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Bg9cW6lrckEGLeEs95MWp2

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો