વાંકાનેર: રાતીદેવળી ગામમાં જુગાર રમતા ચાર પકડાયા
વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામમાં જાહેરમાં જુગાર રમતા ચાર સખ્સો પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે તેમની પાસેથી રોકડ રૂ. 23,700 જપ્ત કરી છે.
વાંકાનેર સીટી પોલીસ ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સ્ટાફને બાતમીરાહે ચોક્કસ હકીકત મળેલ કે રાતીદેવળી ગામની સીમમાં તીથવાના રસ્તે હનુપરામાં જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે અમુક માણસો જુગાર રમે છે. જેથી, પોલીસે તે જગ્યાએ જુગાર અંગે રેઇડ કરી હતી. તે દરમિયાન ગંજીપતાના પાનાથી પૈસાની લેતી દેતી કરી તીન પતીનો હારજીતનો જાહેરમાં જુગાર રમી રમતા ચાર સખ્સોને પકડી પાડવામાં આવ્યા છે.
પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ. 23,700 તથા મોબાઇલ નંગ 3 (કિ.રૂ. 1500) તથા મો.સા. નંગ-3 (કિ.રૂ. 45,000) એમ કુલ મળી રૂ. 70,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ બનાવમાં મગનભાઇ પોપટભાઈ કોરડીયા, મુકેશભાઇ બચુભાઇ જોગરાજીયા, પ્રહલાદસિંહ રણજીતસિંહ ઝાલા તથા શીવાભાઇ ગાંડુભાઇ મદ્રેસાણીયા સામે જુગાર ધારા કલમ મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/JFLfJIohOrGK3nenYQzLTN
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…