skip to content

ટંકારામાં એક સાથે 17 દુકાનો તોડી તસ્કરોનો પોલીસને પડકાર

By Jayesh Bhatashna (Tankara)

લતીપર ચોકડી નજીક તસ્કરી ત્રિપુટીનો તરખાટ, એકસાથે 17 દુકાનોના તાળા તૂટ્યા : રોકડ રકમ સહીત ચોરી થયેલા મુદામાલની કુલ રકમ લાખોમાં હોવાનો અંદાજ

ટંકારા : ટંકારાની લતીપર ચોકડીએ ગઈકાલે રાત્રે ત્રણ ત્રસ્કરી ત્રિપુટીએ આંતક મચાવ્યો હતો. તસ્કરોએ 17 દુકાનમાથી હજારોની રકમ, મોબાઇલ ફોન સહિત લાખોમા તસ્કરી કરી મોટરસાયકલ ચોરી અંધારામા ઓગળી ગયા હતા.

ટંકારાની લતીપર ચોકડી નજીક એકસાથે એક જ રાતમા 17 દુકાનોના શટર તોડી દુકાનમા રહેલી રોકડ રકમ અને મોબાઇલ દુકાનોમાથી કિંમતી ફોન સહિત લાખોનો હાથફેરો કરી સોસાયટીમા રાઢવાવાળા ચતુરભાઈનુ બાઈક લઈને ફરાર થઇ ગઈ હતી. તસ્કરોએ પોલીસ પોઇન્ટ નજીક ચોરીના ગુનાને અંજામ આપી જાણે પોલીસના પેટ્રોલીંગ ઉપર પડકાર ફેંક્યો હતો.

આ બનાવમાં ચોરી કરતા ત્રણ યુવાનો હોય અને તેઓ સીસીટીવી ફૂટેજમા કેદ થઈ ગયા છે. હાલમાં પોલીસે ઘટના સ્થળે દોડી તપાસ હાથ ધરી છે. આ બનાવમાં તસ્કરોએ બાપા સીતારામ મોબાઇલ, રામ ક્રુપા આલુભંડાર, ઉમીયા નાસ્તા હાઉસ, બાપા સીતારામ પાન, બહુચર રેફ્રીજેરેટર, શક્તિ ડેરી, સૌરાષ્ટ્ર એગ્રો રૂષિ ઓટો પાર્ટસ, બાલાજી પ્લાસ્ટિક, રાધે એલ્યુમિનિયમ, બાલાજી ડેરી, બજરંગ પાન, મામા મોબાઇલ, બજરંગ નાસ્તા હાઉસ, KGN હાડવેર, શાકભાજીની દુકાન, સરદાર માર્કેટિંગ સહિતની દુકાનોને નિશાન બનાવી હતી.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JFLfJIohOrGK3nenYQzLTN

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો