વાંકાનેર: વાહન ચેકિંગ વખતે ફરજમાં રૂકાવટ કરાનાર સામે ફરિયાદ

વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી પાસે ગઈકાલે વાહન ચેકિંગ દરમિયાન રાજકોટના શખ્સે પોલીસ સાથે માથાકૂટ કરીને પોલીસની ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ નોંધાઇ છે. વાંકાનેર પોલીસે આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં લોકરક્ષક તરીકે ફરજ બજાવતા અજયસિંહ અનિરૂધ્ધસિંહએ આરોપી સતીષભાઇ ઉર્ફે હરેશભાલ રાઠોડ (ઉ.વ. ૨૬ ધંધો ડ્રાઇવીંગ રહે. સંજયનગર શેરી નં. -૧ જામનગર રોડ રાજકોટ) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે લોકરક્ષક વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોડ ઉપર ફરજ બજાવતા હતા અને ત્યાંથી નીકળતા વાહનોનું ચેકિંગ કરી રહ્યા હતા.ત્યારે આરોપી વાહન લઈને નીકળતા તેનું વાહન ચેકિંગ મામલે આરોપીએ ફરિયાદી સાથે માથાકૂટ કરીને ફરિયાદિની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરતા પોલીસે આરોપીની અટકાયત કરી તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •