વાંકાનેર: કેરાળા ગામની સીમમાં જુગાર રમતા છ ઝડપાયા

વાંકાનેર : વાંકાનેર પોલીસે ગઈકાલે બાતમીના આધારે વાંકાનેરના કેરાળા ગામે જુગાર રમતા છ શખ્સોને ઝડપી લીધા હતા. અને વાંકાનેર પોલીસે આ છ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સ્ટેશનેથી મળેલી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે વાંકાનેરના કેરાળા ગામની સીમમાં અબ્દુલભાઇની વાડી પાસે જુગાર રમતા આરોપીઓ અબ્દુલભાઇ, અલ્તાફભાઇ ગનીભાઇ હેરંજા, મુસ્તાક આહમદભાઇ શેરસીયા, સૈયફુદીન નુરમામદ ખોરજીયા, અશરફભાઇ આહમદભાઇ શેરસીયા, ઇમરાનભાઇ કરીમભાઇ પીંજારાને રોકડા રૂ.૩૯,૦૦૦ તથા મોબાઇલ નંગ-૦૫ કિ.રૂ.૨૪,૫૦૦ તેમજ બાઈક-૪ કિ.રૂ. ૮૨,૦૦૦ એમ કુલ મળી રૂ. ૧,૪૫,૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/I0HzwSrwbrR2bwyc8CNwpb

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો