વાંકાનેર: માટેલમા વીજ થાંભલે ચડેલા યુવાનનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામે સીરામીક ફેકટરીમાં કામ કરતો શ્રમિક યુવાન કોઈ કારણોસર ટ્રાન્સફોર્મર વાળા વીજ થાંભલા ઉપર ચડી જતા વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માટેલ નજીક એસ્કોન સીરામીક ફેકટરીમાં કામ કરતો પ્રદીપકુમાર વેદરામસિંહ નાયક કોઈ કારણોસર માટેલ રોડ ઉપર આવેલ એકવા પ્રોડકટ કારખાના પાસે આવેલ 11 કિલોવોટ વહન કરતા ટ્રાન્સફોર્મરના થાંભલા ઉપર ચડી જતા વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો