આનંદો: વાંકાનેરનો મચ્છુ 1 ડેમ ઓવરફ્લો થવામાં માત્ર વેંતવા દૂર,રાત્રે થઈ શકે છે ઓવરફ્લો…
મોરબી જિલ્લાનો સૌથી મોટો, વાંકાનેરનો મચ્છુ 1 ડેમ 48.5 ફૂટ ભરાઈ ગયો છે, હજુ પાણીની આવક ચાલુ છે. રાત્રે થઈ શકે છે ઓવરફલો…
વાંકાનેર: વાંકાનેરવાસીઓ અને ખેડૂતો માટે એક સારા સમાચાર આવ્યા છે. વાંકાનેરનો મચ્છુ 1 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે, હાલમાં મચ્છુ-૧ ની જળ સપાટી 48.5 ફૂટે પહોંચી ગઈ છે.
છેલ્લા બે ચાર દિવસથી કુવાડવા અને ઉપરના પંથકમાં સારો એવો વરસાદ પડતા મચ્છુ ડેમ ની સપાટી ઝડપથી ઊંચી આવી છે, સવારમાં મચ્છુ-૧ની જળસપાટી 47 ફુટ ની આસપાસ હતી. જે સાંજના સાત વાગ્યા 48.5 ફૂટ પર પહોંચી ગઇ છે, હવે મચ્છુ-૧ ઓવરફલો થવાને વેંતવા દૂર છે, હવે માત્ર અડધા ફુટનું અંતર છે. હાલમાં પણ પાણીની આવક સારા પ્રમાણમાં હોવાથી મચ્છુ-૧ આજે રાત્રે 10 વાગ્યા સુધીમાં ઓવરફલો થઈ શકે છે.
વાંકાનેરનો મચ્છુ 1 ડેમ એ મોરબી જિલ્લાનો સૌથી મોટો ડેમ છે આ ડેમની ઉપર 49 ફૂટ ઊંચાઈ છે અને તેમાં એક પણ દરવાજો નથી. મચ્છુ 1 ડેમ માંથી વાંકાનેર, ટંકારા અને મોરબી તાલુકાના ઘણા બધા ગામોમાં ખેતીમાં કેનાલ દ્વારા પાણી આપવામાં આવે છે. તેમજ વાંકાનેર શહેર અને કુવાડવાના બેતાલીસ ગામોમાં મચ્છુ-૧ પીવાનું પાણી પૂરું પાડે છે.
હાલમાં કુવાડવા અને ઉપરવાસના વિસ્તારોમાં સારો વરસાદ પડવાથી મચ્છુ 1 ડેમ ની જળ સપાટી ઝડપથી વધે છે અને હાલમાં પાણીની આવક પણ સારી એવી માત્રામાં હોવાથી તેમજ ઉપરવાસમાં વરસાદ ચાલુ હોવાના કારણે મચ્છુ 1 ડેમ આજે રાત્રે ઓવારફલો થઈ શકે છે.
ચેતવણી:-
મચ્છુ 1 ડેમની નીચવાસના ગામના લોકોએ નદીમાંથી પસાર થવા માટે સાવચેત રહેવું અને બિનજરૂરી નદીના વહેણમાં જવું નહીં…
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનની પ્લે સ્ટોરમાંથી મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો..