Placeholder canvas

ખુશખબર: વાંકાનેરનો મચ્છુ 1 ડેમ ઓવરફ્લો થવામાં માત્ર બે ફૂટનું અંતર…

મોરબી જિલ્લાનો સૌથી મોટો, વાંકાનેર મચ્છુ 1 ડેમ 47 ફૂટ ભરાઈ ગયો છે, હજુ પાણીની આવક ચાલુ છે ગમે ત્યારે ઓવારફલો થઈ શકે છે.

વાંકાનેર: વાંકાનેરવાસીઓ અને ખેડૂતો માટે એક સારા સમાચાર છે. વાંકાનેરનો મચ્છુ 1 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે, હાલમાં મચ્છુ-૧ ની જળ સપાટી 47 ફૂટની આસપાસની છે.

છેલ્લા બે ચાર દિવસથી કુવાડવા અને ઉપરના પંથકમાં સારો એવો વરસાદ પડતા મચ્છુ ડેમ ની સપાટી ઝડપથી ઊંચી આવી છે, હાલમાં મચ્છુ-૧ની જળસપાટી 47 ફુટ ની આસપાસ છે. મચ્છુ-૧ ઓવરફલો થવાને હવે માત્ર બે ફુટનું અંતર છે. હાલમાં પણ પાણીની આવક સારા પ્રમાણમાં હોવાથી મચ્છુ-૧ ગમે ત્યારે ઓવરફલો થઈ શકે છે.

વાંકાનેરનો મચ્છુ 1 ડેમ એ મોરબી જિલ્લાનો સૌથી મોટો ડેમ છે આ ડેમની ઉપર 49 ફૂટ ઊંચાઈ છે અને તેમાં એક પણ દરવાજો નથી. મચ્છુ 1 ડેમ માંથી વાંકાનેર, ટંકારા અને મોરબી તાલુકાના ઘણા બધા ગામોમાં ખેતીમાં કેનાલ દ્વારા પાણી આપવામાં આવે છે. તેમજ વાંકાનેર શહેર અને કુવાડવાના બેતાલીસ ગામોમાં મચ્છુ-૧ પીવાનું પાણી પૂરું પાડે છે.

હાલમાં કુવાડવા અને ઉપરવાસના વિસ્તારોમાં સારો વરસાદ પડવાથી મચ્છુ 1 ડેમ ની જળ સપાટી ઝડપથી વધે છે અને હાલમાં પાણીની આવક પણ સારી એવી માત્રામાં હોવાથી તેમજ ઉપરવાસમાં વરસાદ ચાલુ હોવાના કારણે મચ્છુ 1 ડેમ ગમે ત્યારે ઓવારફલો થઈ શકે છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JFLfJIohOrGK3nenYQzLTN

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને વધુમાં વધુ શેર કરો ...

આ સમાચારને શેર કરો