વાંકાનેરમાં રાજસ્થાનથી આવેલા યુવકનો કોરોનાનો નેગેટિવ રિપોર્ટ આવ્યો

વાંકાનેર : મોરબી જિલ્લામાં હજુ એક પણ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા નથી. અત્યાર સુધીમાં 25થી વધુ શંકાસ્પદ લોકોના કોરોના ટેસ્ટ કરાયા છે. જે તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ત્યારે આજે રાજસ્થાનથી એક સપ્તાહ પહેલા આવેલા વાંકાનેરના યુવકમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેને રાજકોટ સિવિલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી કોરોના રિપોર્ટ માટે સેમ્પલ મોકલી આપવામાં આવ્યા હતા.

આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ વાંકાનેરનો યુવક એક સપ્તાહ પહેલા રાજસ્થાનથી આવ્યો હતો. જેને શરદી ઉધરસ સહિતના કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તે જાતે હોસ્પિટલમાં બતાવવા ગયો હતો. જેથી તકેદારીના ભાગ રૂપે આ યુવકને રાજકોટ આઇસોલેસન વોર્ડમાં દાખલ કરી તેના સેમ્પલ લઈ કોરોનાના રિપોર્ટ માટે મોકલી આપવામાં આવ્યો હતો. જેમનો રિપોર્ટ નેગેટિવ આવતા વાંકાનેરના આરોગ્ય તંત્રએ રાહતનો શ્વાસ લીધો. અને વાંકાંનેર વાસીઓનો શ્વાસ હેઠો બેઠો “હાસ”

આ સમાચારને શેર કરો