વાંકાનેર નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની ખુરશી ભાજપ પાસેથી બળવાખોર જુથ્થે છીનવી લીધી
ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખના ઉમેદવારને 10 અને વિરોધમાં 15 મત પડતાં વાંકાનેર નગરપાલિકાની ભાજપના બળવાખોર જૂથના હાથમાં સતા આવી છે.
વાંકાનેર આજે નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી સેવા સદન ખાતે પ્રાંત અધિકારી હળવદ ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી જેમાં ભાજપ પાસેથી પ્રમુખ અને ઉપપ્રમુખની ખુરશી બળવો કરનાર જૂથે છીનવી લીધી છે.
આજે વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખને ચૂંટણી કરવામાં આવી હતી જેમાં ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ તરફથી પ્રમુખ પદ માટે રીટાબા ગજેન્દ્રસિંહ રાઠોડ અને ઉપપ્રમુખ પદ માટે જયશ્રીબેન સુરેલાના મેન્ડેડ આવ્યા હતા તેમની સામે નગરપાલિકામાં ભાજપના નિશાન પર ચૂંટાયેલા ૧૬ સભ્યોએ બળવો કરીને પોતાના પ્રમુખના ઉમેદવાર તરીકે જયશ્રીબેન સેજપાલ અને ઉપપ્રમુખ ના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ જાડેજા મુક્યા હતા. આમ ભાજપ અંદરોઅંદર પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી લડયો હતો જેમાં ભાજપની પાર્લામેન્ટરી બોર્ડે જેમને મેન્ડેડ આપ્યું હતું તેના પક્ષમા 10 સભ્યો અને ભાજપના બળવાખોર જૂથના પક્ષમાં 15 સભ્યોએ મત આપ્યા હતા. જ્યારે 3 સભ્યો ગેરહાજર રહયા હતા. આમ વાંકાનેર નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપનો પરાજય થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલીકાની કુલ ૨૮ સભ્યોમાંથી 24 સભ્યો ભાજપના ચૂંટણી આવ્યા હતા. જેમાંથી બહુમતી સભ્યોએ પ્રમુખ તરીકે જયશ્રીબેન સેજપાલ અને ઉપપ્રમુખ તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજા ની પસંદગી કરવા છતાં ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ આ પસંદગી ઉપર લાલ ચોકડી મારી ને અન્ય ઉમેદવારો પસંદ કરતાં તેમની સામે ૧૬ સભ્યોએ બળવો કર્યો હતો અને બસપાના ચાર સભ્યો તેમને ટેકો આપતા તેવો પ્રમુખ અને ઉપપ્રમુખ પદે ચૂંટાઈ આવ્યા હતા.
આમ ભાજપનું મોવડીમંડળ પોતાની મનમાની કરવામાં વાંકાનેર નગરપાલિકા ખોવાનો વખત આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે જીતુભાઈ સોમણીએ ભાજપ પાર્ટીએ આપેલ મેન્ડેડ વાળા ઉમેદવારની તરફેણમાં મતદાન કર્યું હતું. આમ વાંકાનેર નગરપાલિકામાં ભાજપે હવે વિરોધ પક્ષમાં બેસવાનો વખત આવ્યો છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/H1vrbxTYK6h3bx1pZJ3Wn3
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…