Placeholder canvas

રાજકોટ: સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્કમાં તમામ બ્લડ ગ્રુપ જરૂરીયાત રકતદાન કરાવવા અપીલ

રક્તદાન કરી દર્દીઓ, થેલેસેમીયા પીડિત બાળકોનાં જીવન બચાવો

પ્રવર્તમાન કોરોના બીમારી તથા હાલ ઉનાળાની ગરમીનાં સમયમાં રકતની જરૂરીયાત ઉભી થઇ છે. સીવીલ હોસ્પિટલના જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકો માટે નિઃશુલ્ક લોહી મળી રહે તે માટે સૌ પ્રયત્નશીલ બને તેવી વિનંતી છે.

રકતદાન કરી અમુલ્ય માનવ જીંદગીઓને તેમજ થેલેસેમીયા પીડીત બાળકોના જીવનને બચાવવા નિમિત બનવા માટેઅપીલ કરવામાં આવી છે. રાજકોટની સિવિલ હોસ્પિટલ, બાળકોની હોસ્પિટલ  ખાતે સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓ, થેલેસેમીયા પિડીત બાળકો નિઃશુલ્ક સારવાર માટે આવે છે. લમાં સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારના બ્લડ ગુ્રપની જરૂરીયાત છે. સિવિલ હોસ્પીટલ બ્લડ બેન્ક, નવી ઓપીડી બિલ્ડીંગ, રાજકોટ ખાતે સવારે ૯–૦૦ થી સાંજના ૮–૦૦ વાગ્યા સુધી રકતદાન કરી માનવ જીંદગીઓ બચાવવા વિનંતી કરવામાં આવી છે.

સંસ્થાઓ, સોસાયટીઓ, સેવાભાવીઓ તાત્કાલીક રકતદાન કેમ્પનું પણ આયોજન કરે તો સીવીલ હોસ્પીટલ બ્લડ બેન્ક આપના સ્થળેથી રકતદાન સ્વીકારવા આવશે, નાના કેમ્પ હશે  તો પણ થઈ શકશે. વિશેષ માહિતી માટે  અને કેમ્પનાં આયોજન માટે મોઃ  ૯૮૯૮૬ ૧૩ર૬૭ પર સંપર્ક કરવા વિનંતી છે. ”રકતદાન જીવનદાન”

આ સમાચારને શેર કરો