વાંકાનેર નગરપાલિકાનું મિલપ્લોટની એક શેરી સાથે ઓરમાયું વર્તન..!!
વાંકાનેર: મિલપ્લોટ વિસ્તારમાં કામદાર સહકારી મંડળીની બાજુની શેરીમાં છેલ્લા કેટલાક સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ હોય તેની ફરિયાદ કરવા છતાં આ શેરીની સ્ટ્રિટ લાઇટ નગરપાલિકા દ્વારા રિપેર કરવામાં આવતી નથી.
આ શેરીમાં રહેતા રાજુભાઇ પ્રજાપતિઍ જણાવ્યા મુજબ અને તેઓએ મોકલેલ વીડિયો પ્રમાણે આ શેરીની છેલ્લા 15- 20 દિવસ થી સ્ટ્રીટ લાઈટો બંધ છે જેમની બંધ થયાના દિવસે મૌખિક અને ૧૦ દિવસ પૂર્વે ઓફિસીયલી રજૂઆત કરી હોવા છતાં વાંકાનેર નગરપાલિકા આ શેરીની સ્ટ્રીટ લાઈટ રીપેર કરવા આવતિ નથી તેમજ રાજુભાઈ વધુમાં જણાવ્યું છે કે સફાઈનો ઢોલ પીટતી નગર્પાલિકા, છેલ્લા છ વર્ષથી આ શેરીમાં કોઇ સફાઈ માટે કોઈ આવ્યું નથી..!
વાંકાનેર નગરપાલિકાને મિલપ્લોટની આ શાયરી સાથે એવી તો શું તકલીફ છે કે આ શેરની પંદર વીસ દિવસથી સ્ટ્રીટ લાઇટ બંધ હોવા છતાં રીપેરીંગ કામ કરવામાં નથી આવતું. તેમજ છેલ્લા કેટલાક વર્ષોથી આ શેરી ની સફાઈ કામગીરી પણ કરવામાં નથી આવતી. આમ નગરપાલિકા આ શેરી પ્રત્યે ઓરમાયુ વર્તન રાખી રહી છે. આ શેરીમાં રહેતા લોકોની માગણી છે કે તાત્કાલિક ધોરણે સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવામાં આવે તેમજ નિયમિતપણે સફાઈ થાય તેવી વ્યવસ્થા કરવામા આવે અન્યથા ગાંધી ચિંધ્યા રસ્તે લડત કરવામાં આવશે.