વાંકાનેરમાં ‘હમણાં આવું’ કહી ઘરેથી નીકળેલ આધેડ લાપત્તા
વાંકાનેર શહેરના પેડક દિગ્વિજયનગર પાસે રહેતા 47 વર્ષીય અમરીષભાઇ ઉર્ફે આનંદભાઇ ભયશંકર પંડ્યા ગઈકાલે તા. 23ના રોજ સવારે 8-30 વાગ્યા આસપાસ કોઈ સાથે ફોનમાં વાત કર્યા બાદ ગુસ્સામાં ‘હુ હમણા પાંચ મીનીટમા પાછો આવુ છુ.’
તેમ કહી મોબાઈલ અને ખિસ્સામાં રૂ. 400-500 સાથે રાખી પોતાનું મોટર સાયકલ નં. જીજે-૩૬-સી-૧૪૮૨ લઈ ઘરેથી નીકળી ગયેલ હતા. જેઓ પરત ન આવતા તેમના પત્ની મમતાબેન (ઉ.વ. ૪૪, ધંધો નોકરી) એ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
હાલમાં પોલીસ દ્વારા ગુમશુદાની શોધખોળ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ગમ થનાર અમરીષભાઇ શરીરે મધ્યમ બાંધાના વાને ઘઉં વર્ણ ધરાવે છે. તેઓની ઉંચાઇ સાડા પાંચેક ફુટની છે. તે નંબરવાળા ચસ્મા પહેરે છે. તેને સફેદ કલરનો ચેક્સ આઈવાળૉ ગ્રે કલરનુ પેન્ટ તથા પગમા ચપલ પહેરેલ છે.