skip to content

વાંકાનેર: સોનીની દુકાનમાંથી દાગીનાની ચોરી

વાંકાનેર શહેરની ચાવડી મેઇન બજારમાં આવેલ પારેખ જ્વેલર્સ નામની દુકાનમાં ગ્રાહક બનીને આવેલા મહિલાએ અલગ-અલગ દાગીના જોવાની વાત કરીને વેપારીનું ધ્યાન ચૂકવીને દુકાનમાંથી કુલ મળીને ૭૫ હજારની કિંમતના સોનાના ૮૦ થી ૮૪ નંગ નાકમાં પહેરવાના દાણાની ચોરી થયેલ છે.

આ વેપારી હસમુખભાઈ જમનાદાસ પારેખ રહે. દરબારગઢ શુક્લ શેરી,વાંકાનેરએ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીના ઉપરોકત બનાવની ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે દાગીનાની તડફંચી કરી ગયેલ અજાણી આરોપી મહિલાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/JTukGTBOKkj18msYkDWf3d

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો