સુરત: પોલીસે દંડ કરતા મહિલાએ ગાળાગાળી કરીને પોલીસ પર કર્યો હુમલો..!!

સુરતમાં એક મહિલાએ ટ્રાફિક પોલીસ સાથે દંડ ભરવાની વાતને લઇને ઝપાઝપી હતી. મહિલા પોલીસ સાથે ઝપાઝપી કર્યા પછી જમીન પર ઢળી પડી હતી. આ સમગ્ર ઘટનાને પગલે ટ્રાફિક પોલીસે મહિલા સામે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

એક રિપોર્ટ અનુસાર સુરતના ઉધના દરવાજા વિસ્તારમાં એક મહિલાની કારમાં કાળા કાંચ હોવાના કારણે ટ્રાફિક પોલીસે મહિલાની કારને રોકીને ટ્રાફિક નિયમ ભંગ બદલ દંડ ફટકાર્યો હતો. ટ્રાફિક પોલીસે દંડ ભરવાનું કહેતા મહિલા ઉશ્કેરાઈ ગઈ હતી અને કારમાંથી બહાર આવીને ટ્રાફિક પોલીસ સાથે ગેરવર્તન કરવા લાગી હતી.

મહિલાએ પોલીસની સાથે ઝપાઝપી શરૂ કરી હતી અને પોલીસની ટોપી જમીન પર ફેંકી દીધી હતી. મહિલાના ગેરવર્તનના કારણે પોલીસકર્મી મહિલાને કહે છે કે, બેન હાથ કેમ લગાવો છો. પોલીસકર્મી સાથે ઝપાઝપી કર્યા પછી મહિલા અચાનક જમીન પર ઢળી પડે છે અને બેભાન થઇ જાય છે. મહિલાને જમીન પર પડેલી જોઈને પોલીસકર્મી 108 બોલાવવાનું કહે છે અને આસપાસ ઉભા રહેલા કેટલાક લોકો મહિલાના મો પર પાણી છાંટીને મહિલાને ભાનમાં લાવવાના પ્રયાસો કરે છે.

આ ઘટનાને પગલે મહિલાના પતિ અને પુત્ર ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને મામલો રફેદફે કરવાની કરવાની વાત કરી હતી પરંતુ ટ્રાફિક પોલીસકર્મી દ્વારા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં મહિલા વિરુદ્ધ પોલીસ સાથે ગેરવર્તન કરવાની અને ફરજમાં રુકાવટ કરવા બદલ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/JTukGTBOKkj18msYkDWf3d

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો