અમદાવાદ: મહિલાની 13માં માળેથી મારી છલાંગ,વૃદ્ધ પર પડતાં બન્ને મોત

અમદાવાદ: શહેરના ખોખરા વિસ્તારની ઘટના, પરીસ્કાર-2 બિલ્ડીંગમાં મહિલાએ મોતની છલાંગ મારતાં નીચે ઉભેલા 69 વર્ષીય આધેડનું પણ મોત

અમદાવાદ શહેરના શહેરના ખોખરા વિસ્તારમાં એક વિચિત્ર ઘટના બની છે. ખોખરામાં આવેલા પરીસ્કાર ફ્લેટના 13માં માળેથી મહિલાએ ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનામાં મહિલા સાથે એક વૃદ્ધનો પણ જીવ ગયો છે. મહિલા 13મા માળેથી નીચે ઉભેલા વૃદ્ધ પર પટકાતાં બંનેના મોત થયા છે.

પ્રાપ્ત અહેવાલ મુજબ અમદાવાદના ખોખર વિસ્તારમાં આવેલા પરીસ્કાર-2 બિલ્ડીંગના E બ્લૉકમાં એક મહિલાએ 13માં માળેથી મોતની છલાંગ લગાવી હતી. સુરતથી ભાઈના ઘરે સારવાર માટે આવેલી 30 વર્ષીય મમતા કાઠીએ પરિવારને જાણ બહાર કૂદકો માર્યો હતો.

મમતાબેન નીચે ઉભેલા 69 વર્ષના બાબુભાઈ દિવાકર ગામીત પર પટકાતાં બંને જણાનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતુ. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ખોખરા ખાતે પહોંચી ગયો હતો અને ઘટનાની તપાસ શરૂ કરી હતી.

મમતા કાઠી સુરતથી બીજી ઑક્ટોબરે જ સારવાર માટે આવ્યા હતા. આજે વહેલી સવારે આઠ વાગ્યે તેઓ પરિવારની નજર બહાર 13માં માળે પહોંચી ગયા હતા અને ત્યાંથી મોતની છલાંગ લગાવી હતી. આ ઘટનાએ એક નિર્દોષ વ્યક્તિના જીવનો પણ ભોગ લઈ લીધો હતો. ઘટના બાદ રહીશોના ટોળેટોળા એકઠાં થઈ ગયા હતા. આ ઘટનાએ સમગ્ર ખોખરા વિસ્તારમાં ચકચાર મચાવી હતી.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/JTukGTBOKkj18msYkDWf3d

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો