વાંકાનેર: આ નાલુ રિપેર કરવા માટે તંત્ર શું કોઈ અકસ્માતની રાહ જોઈ રહ્યું છે?
વાંકાનેર: ઘણા બધા કામો માટે લોકો હેરાન પરેશાન થાય છે અને ઘણા બધા કામો એવા હોય છે કે જ્યાં અકસ્માત થવાની સંભાવનાઓ રહેલી હોય છે. આમ છતાં તંત્રના જાડી ચામડીના કર્મચારીઓ-અધિકારીઓ આ તેમની ફરજમાં આવતા કામો પ્રત્યે ખૂબ બેદરકાર જોવા મળી રહ્યા છે. પાછળથી એવું પણ જોવા મળે છે કે જ્યારે કોઈ દુર્ઘટના થાય ત્યારે આ વિભાગના અધિકારીઓ દોડાદોડી કરી મૂકે છે. પરંતુ આ તેમની કામગીરી એ તબેલામાંથી ઘોડા છૂટી ગયા પછીની દોડાદોડી જવી જ કહેવાય.
વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ થી થોડુંક આગળ ઓમાન રિફાઇનરીની ઓફિસ પાસે વાંકાનેર રાજકોટ રોડ ઉપર મચ્છુ-૧ ની પાણીની કેનાલ ઉપરના નાલા ના બંને છેડે જે દિવાલ (આડસ) હોય છે તે છેલ્લા કેટલાક સમયથી તૂટી ગઇ હોવા છતાં આ સ્ટેટ હાઈવેના નિંભર તંત્ર આ નાલુ રીપેર કરતું નથી.
આલ નાલુ રાજકોટ રોડ ઉપરના વળાંક પર આવેલું છે જેથી કયારેક રાત્રે કોઇ વાહનચાલક સામેના વહનની લાઇટથી અંજાઇને કેનાલમાં જઈ પડે તેવી સ્થિતિ છે આ ઉપરાંત બીજી કોઇપણ રીતે અહીં અકસ્માત થવાની સંપૂર્ણ શકયતાઓ રહેલી છે. જે આ તંત્રના નીંભર અધિકારીઓને દેખાતું નથી. આ માટેનું ઉદાહરણ દલડી ગામ પાસેનું તાજું જ છે. ત્યારે સવાલ એ થાય છે આ કર્મચારીઓ શુ અકસ્માત થવાની રાહ જોઈ રહ્યા છે ? અને વણાંકમાં આવેલા નાલાની દિવાલ તૂટી ગઇ હોવા છતાં ટેમ્પરરી આડસ પણ કેમ ઉભી કરવામાં નથી આવી? તે જ તેમની નીભરતા બતાવી રહી છે.
આ ગામના અને આ વિસ્તારના પદાધિકારીઓની નજરમાં પણ આ નાલુ કેમ નથી આવ્યું? જ્યાં અકસ્માત થવાની સંભાવના રહેલી છે અધિકારીઓને તો લોકોની કાંઈ પડી હોય તેવું લાગતું નથી. પરંતુ લોકોના કામ કરવાના વચનો આપીને પદ પર પહોંચેલા પદાધિકારીઓના વચનો પણ શું ખાલી ખોખા જેવા જ હશે? લોકોએ હવે અધિકારી અને પદાધિકારી બંનેને શુ સરખા ગણવા રહ્યા…!!!
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…