નવસર્જન વિધાલયમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
આજ તા.૧૬/૧૧/૨૦૧૯ ના રોજ મોરબી તાલુકાના ઘુટુ ખાતે આવેલી નવસર્જન વિદ્યાલય ખાતે ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી અને પ્રા.આરોગ્ય કેન્દ્ર ઘુટુ ના સયુકત ઉપક્રમે વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવે તે હેતુથી એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ,
આ સ્પર્ધામાં ધોરણ- ૮ અને ૯ ના કુલ ૯૧ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં પ્રથમ નંબર ધોરીયાણી દિવ્યા અંબારામભાઈ, દ્વિતિય નંબર ચૌહાણ મયુરી ગૌતમભાઈ. અને તૃતીય નંબર કુંડારીયા વિશ્વા મુકેશભાઈ. એ મેળવ્યા હતા વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઇનામ તથા પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલના સભ્ય તેહાન શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને તમાકુનાં સેવનથી થતી આડઅસરો, વ્યસનમુક્તિનાં ફાયદા તથા COTPA – 2003 અંગે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઘુટુ પ્રા.આરોગ્ય કેન્દ્રના MPHW જલ્પેશભાઈ પણ ઉપસ્થિત રહીયા હતા અંતે શાળાના આચાર્ય સાહેબ દ્વારા બાળકોને વ્યસન ઝિંદગીમાં કયારેય ન કરવા અંગે સુચન કર્યું હતુ અને સ્પર્ધામાં વિજેતા થનાર અને ભાગ લેનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.