વાંકાનેરના કૃષિ તજજ્ઞ ગની પટેલ પી.એચ.ડી. થયા

“રાજકોટ જિલ્લાના ગ્રામિણ વિસ્તારની સજીવ અને રસાયણ આધારિત ખેતી પધ્ધતિઓનો અભ્યાસ” પરનો ગની પટેલે લખેલ મહાશોધ નિબંધ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ માન્ય રાખીને પીએચ.ડી.ની ડિગ્રી આપી

વાંકાનેર તાલુકાના ખેરવા ગામના વતની ઉસ્માનગની અહમદભાઈ શેરસિયા ( ગની પટેલ ) ગત તારીખ 28,ડિસેમ્બર 2020 ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રૂરલ સ્ટડીઝ વિભાગ,બી.આર. એસ.કોલેજ ડુમીંયાણીમાંથી જ્ઞાનની ઉચ્ચ ઉપાધિ,પી.એચ.ડી. પૂર્ણ કરી મોમીન સમાજ,વાંકાનેર અને ગુજરાતનું ગૌરવ વધારે છે.

તેમનું પી એચ ડી. A Study on Bio-Organic and Chemicals Based Farming Methods in Rural Areas of Rajkot District (“રાજકોટ જિલ્લાના ગ્રામિણ વિસ્તારની સજીવ અને રસાયણ આધારિત ખેતી પધ્ધતિઓનો અભ્યાસ”)
એ વિષય ઉપર પૂર્ણ થયું છે તેમના માર્ગદર્શક તરીકે બી.આર.એસ.કોલેજ ડુમિયાણી ના પ્રોફેસર શ્રી ડી.સી.પટેલ સાહેબે માર્ગદર્શ પૂરું પાડ્યું છે.ગની પટેલના આ મહાશોધ નિબંધને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ માન્ય રાખી પી.એચ.ડી.ની ડીગ્રી એનાયત કરી છે

ગની પટેલ દ્વારા થયેલા આ સંશોધનથી તેમના પરિવાર,ખેરવા ગામ,વાંકાનેર તાલુકા,મોમીન સમાજ અને પુરા ગુજરાતનું ગૌરવ વધારેલું છે જે આપણા સૌ માટે પણ ગૌરવની બાબત છે.

ગની પટેલ ડુમીયાણી કોલેજમાંથી બી આર એસ, એમ.આર.એસ. અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એમ.જે.એમ.સી., એમ.ફિલ કરે છે. અને તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પી.એચ.ડી.ની ડીગ્રી એનાયત કરી છે.

ગની પટેલ પોતે કૃષિ તજજ્ઞ છે, તેઓ કૃષિક્ષેત્રમાં ખૂબ અભ્યાસુ અને અનુભવી છે. તેઓ રાજકોટ આકાશવાણીમાં ગામના ચોરા કાર્યક્રમમાં કેઝ્યુલ એનાઉન્સર તરીકે સેવા આપી છે અને ઘણા બધા કૃષિ સામાયિકોમાં કૃષિને લગતા આર્ટીકલો લખી રહ્યા છે. આ ઉપરાંત તેઓ સામાજીક વિષય પર ઘણા અખબારો, લઘુ અખબારો અને મેગેઝિનમાં આર્ટીકલ લખી રહ્યા છે. સાથો સાથ તેઓ પોતે કવિ જીવ છે અને પોતે ઘણી બધી કવિતાઓ લખી છે. તેઓ સતત મીડિયા સાથે સંકળાયેલી વ્યક્તિ છે અને પ્રેસ કલબ ઓફ વાંકાનેર ના સભ્ય છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો….. https://chat.whatsapp.com/HWrLHO2pDzq71nTwu0solK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •