Placeholder canvas

12 સાયન્સમાં 97% અને 99.98 PR સાથે વાંકાનેર પ્રથમ સ્થાન મેળવતો ગમારા રમેશ

ગમારા રમેશના પિતા લીલાભાઇ નવી કલાવડી જેવા નાનાકડા ગામમાં નેસમાં રહી ઢોર ચરાવી પરિવારનું ગુજરાન ચલાવે છે.
સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય…

આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ જાહેર થયેલ ધો.12 સાયન્સના બોર્ડના પરિણામમાં વાંકાનેરના નવી કલાવડી જેવા નાનાકડા ગામમાં નેસમાં રહેતા અને ઢોર ચરાવી પરિવારનું ગુજરાન ચલાવતા પિતા ગમારા લીલાભાઇના પુત્ર ગમારા રમેશે ધોરણ 12 સાયન્સના પરિણામમાં 97% મેળવી ઇતિહાસ રચી દીધો છે.

રમેશ જ્ઞાનગંગા સ્કુલનો વિદ્યાર્થી છે. ગમારા રમેશ ધોરણ 12 સાયન્સના પરિણામમાં 99.98 PR મેળવનાર વાંકાનેરનો પ્રથમ વિદ્યાર્થી છે. કપ્તાનની ટીમ દ્વારા રમેશને આ અસાધારણ સફળતા કેવી રીતે મેળવી તેવું પૂછવામાં આવ્યું ત્યારે રમેશે આ અસાધારણ સફળતા માટે પોતાની શાળા અને શાળાના શિક્ષકોએ કરેલી અથાગ મહેનતને કારણે આ ગૌરવંતી સફળતા મળી હોવાનું જણાવ્યું હતું.

રમેશ હાલ જ્ઞાનગંગા સ્કૂલના કોચીંગ હેઠળ આગામી જુલાઇ મહિનામાં લેવાનાર NEET પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે. રમેશ આગામી NEET પરીક્ષામાં પણ ઉત્તમ દેખાવ કરી ગુજરાતની નામાંકિત સરકારી મેડિકલ કોલેજમાંથી M.B.B.S. થવા અથાગ મહેનત કરી રહ્યો છે.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો