Placeholder canvas

મોરબી જિલ્લાનું ધોરણ-12 સાયન્સનું 85.36 ટકા પરિણામ : વાંકાનેરનું 91.22 ટકા પરિણામ

મોરબી જિલ્લાના ત્રણ કેન્દ્રમાં વાંકાનેરનું સૌથી ઉંચુ 91.22 ટકા, હળવદનું 90.45 ટકા અને મોરબી કેન્દ્રનું 82.34 ટકા પરિણામ… મોરબી જિલ્લામાં પરીક્ષા આપનાર 1448 પૈકી 1236 વિદ્યાર્થીઓ ઉતીર્ણ : 215 વિદ્યાર્થીઓ ફેઈલ

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ આજે જાહેર કરાયા છે. આ વર્ષે સમગ્ર રાજ્યનું સરેરાશ 72.02 ટકા પરિણામ આવ્યું છે. જેમાં 85.78 ટકા સાથે રાજકોટ જિલ્લો પ્રથમ અને 85.36 ટકા સાથે મોરબી જિલ્લો રાજ્યમાં બીજા ક્રમે આવ્યો છે. મોરબી જિલ્લામાં પરિણામની ટકાવારી જોવામાં આવે તો પરીક્ષા આપનાર 1448 પૈકી 1236 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે અને 215 વિદ્યાર્થીઓ ફેઈલ થતા જિલ્લાનું સરેરાશ 85.36 ટકા પરિણામ આવ્યું છે. મોરબી જિલ્લામાં કુલ ત્રણ કેન્દ્ર પૈકી વાંકાનેરનું સૌથી ઉંચુ 91.22 ટકા, હળવદનું 90.45 ટકા અને મોરબી કેન્દ્રનું 82.34 ટકા પરિણામ જાહેર થયું છે જેમાં 15 વિદ્યાર્થીઓ A-1 ગ્રેડ સાથે ઉતીર્ણ થયા છે.

મોરબી જિલ્લામાં સરેરાશ 85.36 ટકા પરિણામ આવ્યું છે જિલ્લામાં કુલ ત્રણ કેન્દ્ર પૈકી વાંકાનેરનું સૌથી ઉંચુ 91.22 ટકા, હળવદનું 90.45 ટકા અને મોરબી કેન્દ્રનું 82.34 ટકા પરિણામ જાહેર થયું છે જેમાં 15 વિદ્યાર્થીઓ A-1 ગ્રેડ સાથે, 117 વિદ્યાર્થીઓ A-2 ગ્રેડ સાથે, 260 વિદ્યાર્થીઓ B-1 ગ્રેડ સાથે, 290 વિદ્યાર્થીઓ B -2 ગ્રેડ સાથે, 315 વિદ્યાર્થીઓ C-1 ગ્રેડ સાથે, 213 વિદ્યાર્થીઓ C-2 ગ્રેડ સાથે અને D ગ્રેડ સાથે 26 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે અને 215 વિદ્યાર્થીઓ ફેઈલ થયા છે.

આ સમાચારને શેર કરો