Placeholder canvas

આજે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ

રાજકોટ, તા 12 : સમગ્ર વિશ્વમાં 12 મે, ફ્લોરેન્સ નાઇટિંગેલનાં જન્મદિવસને આંતરરાષ્ટ્રીય નર્સ દિવસસ્ત્રસ્ત્ર રૂપે ઉજવવામાં આવે છે. નર્સ દિવસ ઉજવવાનો સૌપ્રથમ પ્રસ્તાવ અમેરિકાનાં સ્વાસ્થ્ય, શિક્ષા અને કલ્યાણ વિભાગનાં અધિકારી ડોરોથી સદરલન્ડથ એ મુક્યો હતો. એ પછી અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડી.ડી. આઈજનહાવરએ આ દિવસ ઉજવવા માટેની છૂટ આપી. 1953 માં પહેલી વખત પનર્સ ડે મનાવવામાં આવ્યો હતો જ્યારે આંતરરાષ્ટ્રીય પરિષદે આ દિવસને 1965માં પ્રથમ વખત ઉજવ્યો.

સૌપ્રથમ નસિંગનાં કાર્યને શરૂ કરનાર પ્રખ્યાત ક્લોરેન્સ નાઇટિંગેલનાં જન્મદિવસ 12 મે, 1974નાં દિવસને આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો. છેલ્લા બે વર્ષ દરમિયાન કોરોનાકાળમાં આપણે જોયું છે કે ડોક્ટર્સ અને નર્સ પોતાના જાનના જોખમે રોજના 18 થી 20 કલાક કામ કરી પોતાના અને પોતાના પરિવારનાં સ્વાસ્થ્યનાં ભોગે લાખો લોકોને સાજા સારા કરવામાં નિમિત બન્યા હતા. નસિંગ એ દુનિયામાં સૌથી મોટા આરોગ્ય વ્યવસાયનાં રૂપમાં મનાવવામાં આવે છે. જ્યારે ડોકટર્સ બીજા રોગીઓને જોવામાં વ્યસ્ત હોય છે એ સમયે અન્ય રોગીઓની 24 કલાક દેખરેખ કરવા માટે નર્સિંગની અત્યંત જરૂરિયાત રહેતી હોય છે. નર્સ એ રોગીઓનો મનોબળ વધારે છે તેમજ તેમની બીમારીઓને નિયંત્રિત કરવામાં તે સ્નેહશીલ અને સહાયક બને છે.

આજે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે નર્સ ડે ઉજવવામાં આવ્યો હતો સિવિલ હોસ્પિટલના નર્સ અને ડોક્ટર તમામ સ્ટાફે સાથે સાથે મળીને આ ઉજવણી કરી હતી.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો