વાંકાનેર: સીવીલ હોસ્પિટલમાં કોરોના દર્દી સાથે કુતરાને વોર્ડમાં પુરી દેવાયું !
વાંકાનેર: સીવીલ હોસ્પિટલમાં ગંભિર બેદરકારી સામે આવી છે. કોરોના વોર્ડમાં દાખલ એકમાત્ર મહિલા દર્દીની સાથે કુતરાને પુરીને વોર્ડની જારિને બહારથી તાળુ મારીને બધો સ્ટાફ જતો રહ્યો હતો.
કોરોના દર્દી નયનબા હરપાલસિંહ રાયજાદાનો ગત તારીખ 5મી જુલાઇએ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને વાંકાનેરની સીવીલ હોસ્પિટલમા દાખલા કરવામા આવ્યા હતા. તેઓને સીવીલ હોસ્પિટલમાં સ્ટાફની બેદરકારિને કારણે સહન કરવાનું આવ્યું છે અને અસુવિધા ભોગવવી પડી રહી છે.
વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ નયનાબા રાયજાદા દાખલ છે તેમના પરિવારમાં કુલ ચાર સભ્યોને કોરોના થયો હતો જેમાંથી નયનાબાના સાસુનું દુઃખદ અવસાન થયું છે. આવા સમયમાં નયનાબા તેમના પરિવારથી અલગ વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં એક માત્ર દર્દી છે અને એ પણ મહિલા ત્યારે સ્ટાફની આવી બેદરકારી તેવો માટે અસહ્ય બની ગઈ છે.
નય્નાબાના પતિ હરપાલસિંહ જણાવ્યા મુજબ નયનાબા જ્યારે દાખલ થયા તેના બીજા દિવસે રાત્રે આ વોર્ડમાં એક માત્ર મહિલા દર્દી હોવા છતાં રાત્રે પુરુષ કર્મચારીને મૂકવામાં આવ્યા હતા તેઓએ આખી રાત સતત ટેન્શનમાં અને પરિવારની ચિંતામાં વિતાવી તો વળી પાછા ત્રીજા કે ચોથા દિવસે રાત્રે જમવાના સમયે આ વોર્ડમાંથી તમામ સ્ટાફ વોર્ડના મુખ્ય દરવાજે તાળુ મારીને વોર્ડમાં પેશન્ટ નયનાબા અને એક કૂતરાને પુરીને જતો રહ્યો હતો. આ સંપૂર્ણ હકીકતનો નયનાબાને ખ્યાલ આવતા અને વોર્ડમાં એક કૂતરું પણ હોવાથી તેવો ડરી ગયા હતા અને તેમના પટીનાએ ફોન કર્યો હતો ત્યારે તેમના પતિ જેવો ને પણ કોરોના પોઝિટિવ થયો હતો અને હોસ્પિટલમાંથી રજા અપાઇ ગઇ છે પરંતુ તે હાલમા હોમ કોરોનટાઇન હોવા છતાં તેઓ ટિફિન લઈને હોસ્પિટલ દોડી આવ્યા હતા. તેઓ હોસ્પિટલે પહોંચ્યા તો ખરેખર વોર્ડની જારીને તાળુ માર્યું હતું અને તેમના પત્ની સામે બાંકડા ઉપર એકલા બેઠા હતા અને કૂતરૂ અંદર આટા મારી રહ્યું હતું !!! ત્યારે નયનાબાએ કર્મચારીને એક નહીં પણ બબ્બે વખત ફોન કર્યા છતાં તેઓ આવ્યા ન હતા આમ બે કલાક બાદ આ કર્મચારીઓ આવ્યા અને હરપાલસિંહે તેમના પત્નીને ટિફિન આપ્યું
આમ આવડા મોટા બિલ્ડિંગમાં મહિલા કોરોના પેશન્ટને એકલાને અંદર પૂરીને સાથે કૂતરું પણ પુરીને બહાર તાળુ મારીને તમામ સ્ટાફ જતો રહેવાની મોટી બેદરકારી દાખવી છે. આથી નયનાબા ખૂબ ડરી ગયા હતા કેમ કે તેઓ તેમના પરિવારથી, બાળકોથી દૂર છે અને તેમના સાસુનું તાજેતરમાં જ નિધન થયું છે, તેવી સ્થિતિમાં પણ તેઓ તેમને ઘરે જઈ શક્યા નથી. આવા વાતાવરણમાં હોસ્પિટલના સ્ટાફ દ્વારા આવી ભયંકર બેદરકારી દાખવતા તેઓ ખૂબ ડરી ગયા હતા અને અહીંથી લઈ જવાની વાત તેમના પતિને કરી હતી.
નયનાબાના પતી હરપાલસિંહ રાયજાદા તેઓ આ ઘટનાથી ખૂબ વ્યથિત છે અને તેવો આ બાબતે દર્દીને સારી સુવિધાઓ મળે તે માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનુ જણાવ્યુ છે.