વાંકાનેર: રૂ.૬૦૧૫૦ના મુદ્દામાલ સાથે વરલી ફિચરનો જુગાર રમાડતાં 4ને ઝડપી પાડતી એલસીબી
મોરબી જિલ્લા એલસીબીએ વાંકાનેર સીટી વિસ્તારમાંથી વરલી ફિચરનો જુગાર રમાડતાં ચાર આરોપીને રૂપિયા ૬૦૧૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા : વાંકાનેર સીટી પોલીસની નબળી કામગીરીની ચર્ચા
વાંકાનેર : વાંકાનેર શહેરમાં દેશી દારૂના અડ્ડાઓ અને વરલી ફિચરના જુગારના હાટડા શહેર પોલીસની મહેરબાનીથી ધમધમી રહ્યા છે તેવી લોકચર્ચા ચાલી રહી છે એ દરમિયાન આજે મોરબી જિલ્લા એલસીબી દ્વારા વાંકાનેર શહેર પોલીસ મથકની હદમાં અરૂણોદય સોસાયટી પાસે આવેલ એક કોમ્પ્લેક્ષમાંથી વરલી ફિચરના આંકડાઓ લેતા કેશરખાન મહંમદખાન પઠાણ રહે. મીલ પ્લોટ, રજાલ અબુભાઈ આજલ રહે. મીલ પ્લોટ, મહેશ જીતુભાઈ અઘોલા રહે. વાસુકી મંદિર પાસે તેમજ સોયબ આમદભાઈ રવાણા રહે. દીવાનપરા વાળાને વરલી ફિચરના આંકડા લેતા રોકડા રૂપિયા ૪૯૬૫૦ તેમજ મોબાઈલ નંગ 3 કિંમત રૂપિયા ૧૦૫૦૦ મળી કુલ રૂપિયા ૬૦૧૫૦ સાથે ઝડપી પાડેલ
અને વાંકાનેર સીટી પોલીસ મથકે જુગારધારા હેઠળનો કેસ કરેલ. ત્યારે વાંકાનેરના પ્રબુદ્ધ નાગરિકોમાં ચર્ચા ચાલી રહી છે કે શું આટલી મોટી જુગારની હાટળીઓ ચાલી રહી હોય અને વાંકાનેર સીટી પોલીસને ખબર ન હોય? તે વાત શક્ય છે? જો મોરબી જિલ્લા પોલીસ વડા આ બાબતની તપાસ કરે તો વાંકાનેર શહેરમાં ચાલતાં વરલી ફિચરના ધંધામાં વાંકાનેર સીટી પોલીસની મદદગારી ખુલવા પામસે તેમાં શંકાને કોઈ સ્થાન નથી!!.