મોરબી જિલ્લામાં નવા 28 કેસ નોંધાયા, 1 દર્દીનું મૃત્યુ
19 દર્દીઓ સાજા થતા તેઓને રજા અપાઈ : જિલ્લામાં પોઝીટીવ દર્દીનો આંક 747એ પહોંચ્યો
મોરબી જિલ્લામાં આજે વધુ 28 કોરોનાના કેસ નોંધાયા છે અને એક દર્દીનું કોરોનાથી મોત થયું છે. જ્યારે બીજી બાજુ 19 દર્દીઓ સાજા થતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. અત્યાર સુધીની વિગતો જોઈએ તો જિલ્લાના કોરોના પોઝીટીવ દર્દીનો આંક 747એ પહોંચ્યો છે. જેમાથી 449 દર્દીઓ સાજા થઈ ગયા છે. જયારે 42 દર્દીઓનું મોત નીપજ્યું છે. હાલ 256 દર્દીઓ સારવાર હેઠળ છે.
આજના મોરબી જિલ્લાના કુલ 28 કેસમાં મોરબી તાલુકામાં 20, વાંકાનેરમાં 4, ટંકારામાં 2, માળીયામા 1 અને હળવદમાં 1 કેસ નોંધાયો છે. જ્યારે મોરબી જિલ્લામાં જે 19 દર્દીને રજા આપવામાં આવી છે. જેમાં મોરબીના 14, ટંકારાના 1, હળવદના 1 અને વાંકાનેરના 3 દર્દીને સારું થઈ જતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આજે મોરબીના એક દર્દીનું મૃત્યુ થયું છે.