Placeholder canvas

વાંકાનેર શહેર અને તાલુકા પોલીસે દરોડા પાડી 8 જુગારીને ઝડપી લીધા…

વાંકાનેર: ગઈકાલે વાંકાનેર શહેર પોલીસ અને તાલુકા પોલીસે બે અલગ અલગ જગ્યાએ દરોડા પાડીને કુલ આઠ જુગારીઓને ઝડપી પાડ્યા હતા.

પ્રથમ દરોડામાં વાંકાનેર સીટી પોલીસ ટીમે ગાયત્રી મંદિર નજીક મફતિયાપરામાં દરોડો પાડી આરોપી કૈલાશભાઇ બટુકભાઇ ધરોલીયા, વિજયભાઇ ચુનીલાલભાઇ ચારોલીયા , કિશનભાઇ બટુકભાઇ ધરોલીયા અને ચુનીલાલભાઇ જીવાભાઇ ચારોલીયાને રોકડા રૂપિયા 11,430 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

જ્યારે બીજા દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે ઓળ ગામે જાહેરમાં જુગાર રમતા આરોપી હષૅદભાઇ કાળુભાઇ વીંઝવાડીયા, અક્ષયભાઇ ગીલાભાઇ વીંઝવાડીયા, સંજયભાઇ પ્રભુભાઇ કગથરા અને ગોપાલભાઇ ઘોઘાભાઇ સોરીયાને રોકડા રૂપિયા 12,400 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

આ સમાચારને શેર કરો