વાંકાનેર કેન્દ્રનું 76.86% પરિણામ: A1ગ્રેડમાં 4 વિધાર્થી

આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. આ પરીક્ષામાં 373159 નિયમિત ઉમેદવારો નોંધાયા હતા. જે પૈકી 371771 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને 283625 પરીક્ષાર્થીઓએ પરીક્ષા ઉત્તીર્ણ કરેલ છે. આમ બોર્ડનું નિયમિત ઉમેદવારોનું પરિણામ 76.29% ટકા આવેલ છે.

મોરબી જિલ્લામાં સામાન્ય પ્રવાહના 6237 વિદ્યાર્થીઓ રજીસ્ટર્ડ થયા હતા જે પૈકી 6230 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી જે પૈકી 4771 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા તેમજ 1459 વિદ્યાર્થીઓ નાપાસ થયા. આમ મોરબી જીલ્લાનું એકંદરે પરિણામ 76.69% આવેલ છે.

વાંકાનેર કેન્દ્રમાં 1184 સામાન્ય પ્રવાહના પરીક્ષાર્થીઓ નોંધાયા હતા જે પૈકી 1180 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી 907 વિદ્યાર્થીઓએ પરીક્ષા ઉતીર્ણ કરી અને 277 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં નાપાસ થયેલ છે. આમ વાંકાનેર કેન્દ્રનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 76.86 ટકા આવેલ છે.

વાંકાનેર કેન્દ્રમાં 99.95 PR તેમજ 91.86% સાથે જ્ઞાનગંગા સ્કૂલ ની વિદ્યાર્થીની રાજવીર ધારા વિજય ભાઈએ સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ છે. વાંકાનેર તાલુકામાં A1 ગ્રેડ મેળવનાર કુલ ચાર વિદ્યાર્થીઓ છે જે પૈકી 3 વિદ્યાર્થીઓ જ્ઞાનગંગા સ્કૂલના અને એક વિદ્યાર્થીની એલ. કે.સંઘવી સ્કૂલની છે.

સમગ્ર વાંકાનેર કેન્દ્રના ટોપ ટેન વિદ્યાર્થીઓમાં સાત વિદ્યાર્થીઓ જ્ઞાનગંગા સ્કૂલ ના,બે વિદ્યાર્થીઓ મોર્ડન સ્કૂલ-પીપળીયારાજના, એક વિદ્યાર્થીની મોડૅન સ્કૂલ-રાજાવડલા,એક વિદ્યાર્થીની સંસ્કૃતિ વિદ્યાલયની અને એક વિદ્યાર્થીની એલ.કે.સંઘવી સ્કૂલની આવેલ છે.

વાંકાનેર ટોપ-10

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/L5wLT47GpgzBNNKamflId1

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો