Placeholder canvas

મહિકામાં જાહેરમાં જુગાર રમતા 7 જુગારી ઝડપાયા

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા વાંકાનેર તાલુકાના મહીકા ગામની સીમમાંથી જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો રોકડ રૂ. 10,650 તથા મુદામાલ કિ.રૂ. 100 એમ મળી કુલ કિ.રૂ. 10,750 ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા.

આજે તા. 15ના રોજ તાલુકા પોલીસ પેટ્રોલીંગમાં હતી એ દરમ્યાન મળેલ હકીકત આધારે મહીકા ગામે કંડવાળી હોકરીની પાસે નાલાની બાજુમાં જાહેરમાં અમુક ઇસમો જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી રોકડ રૂ. 10,650 તથા મુદામાલ કિ.રૂ 100 એમ મળી કુલ કિ.રૂ. 10,750ના મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

આ બનાવમાં પોલીસે અશોકભાઇ હીરાભાઇ મીણીયા (ઉ.વ. 25), જયસુખભાઇ રામજીભાઇ ધરજીયા (ઉ.વ. 36), અબ્દુલરજાક ઉસ્માનભાઇ બાદી (ઉ.વ. 35), સૈફુદીન ઇસ્માઇલભાઇ સેરસીયા (ઉ.વ. 23), સઇદુલભાઇ ઉસ્માનભાઇ બાદી (ઉ.વ. 25), રાહીલભાઇ ઇસ્માઇલભાઇ બાદી (ઉ.વ. 26) તથા જેન્તીભાઇ થોભણભાઇ બાબરીયા (ઉ.વ. 50) વિરૂધ્ધ જુગારધારા કલમ મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/L5wLT47GpgzBNNKamflId1

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો