વાંકાનેર:”સંકલ્પ” ગૃપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પમાં રકતદાતાઓએ 133 યુનિટ રક્તદાન કર્યુ.

વાંકાનેર: ગત રવિવારના રોજ “સંકલ્પ” ગૃપ દ્વારા બંધુસમાજ દવાખાના ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્લડ ડોનેશન કેમ્પમાં વાંકાનેરના રકતદાતાઓએ ઉમળકાભેર સહકાર આપી 133 યુનિટ રક્તદાન કરીને કેમ્પને સફળ બનાવ્યો હતો.

સંકલ્પ ગૃપ દ્વારા દરેક રકતદાતાઓને ત્રણ અલગ અલગ ભેટ અને 1,00,000 (એક લાખ) રૂપીયાની વાર્ષિક વીમા પોલિસી આપવામાં આવી. “સંકલ્પ” ગૃપના જતીનભાઈ રાવલ, કૌશલભાઈ પંડયા, ગોપાલભાઈ પંડયા, હનીફભાઈ પીપરવાડીયા, જગદીશભાઈ સાગઠીયા, કલ્પેશભાઈ સેજપાલ અને સર્વ મિત્રોએ વાંકાનેરના રકતદાતાઓ અને કેમ્પને સફળ બનાવવા સહકાર આપનાર તમામ લોકોનો હ્રદયપૂર્વક આભાર માન્યો છે.

વાંકાનેરના સાચા અને ઝડપથી સમાચાર મેળવવા માટે પ્લેસ્ટોરમાં જઈને ફ્રી મા કપ્તાન ન્યુઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો અથવા તો નીચે અંગ્રેજીમાં બ્લુ કલરમાં લખેલી લિંકને ક્લિક કરો….

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

પ્લીઝ કપ્તાનના ફેસબુક પેજને લાઈક કરો, ફોલો કરો અને સેર કરો…

વધુ પિક્ચર જોવા માટે નીચેની લીંક ક્લીક કરો….

https://m.facebook.com/story.php?story_fbid=798857427220950&id=319052715201426

આ સમાચારને શેર કરો