વાંકાનેર: સોમવારથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડ બંધ

વાંકાનેર આગામી સોમવારથી માર્ચ એન્ડિંગ અને કોરોના વાઇરસની અસર ને કારણે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે.

વાંકાનેર એપીએમસીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે આગામી તારીખ ૨૩મી માર્ચ અને સોમવારથી તારીખ 2 એપ્રિલ ગુરુવાર સુધી માર્ચ એન્ડિંગ અને ખાસ કોરોનો વાયરસની અસર ના કારણે બંધ રહેશે.

તારીખ ત્રીજી એપ્રિલ અને શુક્રવારથી માર્કેટિંગ યાર્ડ રાબેતા મુજબ ચાલુ થશે પરંતુ જો સરકાર તરફથી કોઈ નવી જાહેરાત કરવામાં આવશે તો તેને અનુસરવામાં આવશે અને જેમની જાણ કરવામાં આવશે.

જેથી હવે પછી ખેડૂત ભાઈઓએ વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં પોતાનો માલ વેચવા માટે જવું નહીં અને આ મુદત પૂરી થયા પછી પણ માર્કેટિંગ યાર્ડ ખુલ્યુ કે નહીં તેની તપાસ કર્યા બાદ જ માલ વેચવા માટે મોકલવો.

કોરોના વાઈરસ થી ડરો નહીં પણ સાવચેતી રાખો., તમારા હાથ વારંવાર સાબુથી ધુવો.., ભીડ વાળી જગ્યામાં ન જાઓ અને સરકાર તરફથી લગાવવામાં આવેલી 144ની કલમ એ લોકોના હિતમાં છે તેનું સંપૂર્ણ પણે અમલ કરો…

-કપ્તાન દ્વારા લોકહીતમાં પ્રસિદ્ધ

આ સમાચારને શેર કરો