Placeholder canvas

ગુજરાતમાં કોરાનાના છ નવા કેસ: 13 પોઝીટીવ થયા

રાજયમાં વાયરસે ગતિ પકડતા ચિંતા વધી હોવાનો સંકેત: કોરોનાના બીજા અને ત્રીજા તબકકા વચ્ચે પસાર થઈ રહયા છીએ: ગમે તે સ્થિતિ માટે તૈયારી: રૂપાણી: અમદાવાદમાં પાંચ, સુરતમાં ત્રણ, વડોદરાના ત્રણ, રાજકોટ-ગાંધીનગરમાં એક-એક કેસ: મુખ્યમંત્રીની જાહેરાત: 12 કેસો વિદેશથી આવેલા લોકોના છે : અમદાવાદથી 1200 બેડની સિવિલને કોરોના હોસ્પીટલમાં ફેરવાઈ: રાજકોટમાં પણ ખાસ વ્યવસ્થા

રાજકોટ: ગુજરાતમાં કોરોના વાયરસે હવે સ્પીડ પકડી છે અને આજે એક જ દિવસમાં નવા છ કેસ નોંધાતા રાજયમાં કોરોના પોઝીટીવની સંખ્યા 13ની થઈ છે. રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે આ માહિતી આપતા કહ્યું કે રાજયમાં 13માંથી 12 કેસ વિદેશથી આવેલા લોકોના છે અને એક કેસ સ્થાનિક છે. આજે 6 નવા કેસ નોંધાયા છે.

જેમાં અમદાવાદમાં 2, સુરતમાં 2 અને વડોદરા તથા ગાંધીનગરમાં 1-1 નવા કેસ નોંધાયા છે. આમ રાજયમાં અમદાવાદમાં પાંચ, સુરતમાં 3, વહોદરામાં 3, રાજકોટમાં તથા ગાંધીનગરમાં 1-1 કેસ છે. રાજયમાં ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ એક નિવેદનમાં કહ્યું કે, વડોદરાના ત્રણ દર્દીઓમાં બેની હાલત અત્યંત નાજુક છે અને સઘન સારવાર આપવામાં આવી રહી છે.

રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ અંગે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, કોરોનાથી ખરાબમાં ખરાબ સ્થિતિ સામે પણ આપણે લડવા તૈયાર છીએ. ગુજરાતમાં આંતરિક સંપર્કનો એકમાત્ર કેસ છે અને મૃત્યુનું પ્રમાણ પણ દેશમાં 2% છે. રૂપાણીએ કહ્યું કે, દેશ હાલ કોરોનાના ફેસ-ટુ અને ફેસ-3ની વચ્ચે છે પણ આખરી સાવચેતી આપણને વધુ ખરાબ સ્થિતિથી બચાવી શકે છે.

મુખ્યમંત્રી આજે આ જાહેરાત સમયે ખુદ માસ્ક પહેરીને આવ્યા હતા. રૂપાણીએ કહ્યું કે અમદાવાદમાં જે નવી 1200 બેડની સિવિલ છે તેને પુરી રીતે કોરોનાના આઈસોલેશન માટે અલગ રાખી દેવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ-સુરત-વડોદરામાં પણ કોરોના સામે ખાસ સુવિધા ઉભી કરવામાં આવી છે અને તબીબી સહિતના સ્ટાફને પણ પુરી રીતે તૈયાર રાખવામાં આવ્યા છે તથા ચારેય મહાનગરોમાં અલગ હોસ્પીટલમાં કોરોનાના દર્દીને સારવાર કરાશે. રૂપાણીએ કાલના જનતા કર્ફયુનો પુરી રીતે પાલન કરવા અને સરકારી તંત્ર જે પગલા લઈ રહ્યું છે તેને સરકાર આપવા જણાવ્યુ છે.

કોરોના વાઈરસ થી ડરો નહીં પણ સાવચેતી રાખો., તમારા હાથ વારંવાર સાબુથી ધુવો.., ભીડ વાળી જગ્યામાં ન જાઓ અને સરકાર તરફથી લગાવવામાં આવેલી 144ની કલમ એ લોકોના હિતમાં છે તેનું સંપૂર્ણ પણે અમલ કરો…

-કપ્તાન દ્વારા લોકહીતમાં પ્રસિદ્ધ

આ સમાચારને શેર કરો