મોરબી જિલ્લાના માળીયા અને વાંકાનેર તાલુકાને આખરે TDO મળ્યા ખરા !!

મોરબી જીલ્લાના તાલુકાઓમાં ઘણા સમયથી ટીડીઓની જગ્યા ખાલી હોય, આ બાબતે અવાર નવાર ભરવાની રજૂઆત કરવામાં આવતી હતી, આમ છતાં વાંકાનેર અને માળીયા તાલુકા વિકાસ અધિકારીની જગ્યા ખાલી હતી જે ઘણા સમય બાદ આ બન્ને તાલુકામાં તાલુકા વિકાસ અધિકારીને મૂકવામાં આવ્યા છે.

આપ બન્ને તાલુકાના તાલુકા વિકાસ અધિકારી જગ્યા ખાલી હોય, ઇન્ચાર્જ TDO હોવાથી અહીંના લોકોને કેટલીક મુશ્કેલી પડતી હતી ઘણા સમયથી માળીયા અને વાંકાનેર તાલુકાનું ઇન્ચાર્જ TDO દ્વારા ગાડુ ગબડાવવામાં આવી રહ્યું હતું. પરંતુ હવે આ બન્ને તાલુકાને રેગ્યુલર TDO મળ્યા છે.

તાલાલા ( જી.ગીર સોમનાથ) તાલુકાના TDO કુ. જયોતિ રસિકભાઈ બોરીચા ને વાંકાનેર તાલુકા પંચાયતના ટીડીઓ તરીકે મૂકવામાં આવ્યા છે.અને માળિયામાં TDO તરીકે રિઝવાનભાઈ કોંઢીયાને મુકવામાં આવ્યા છે જ્યારે તા.ધોરાજી (જી.રાજકોટ)ના TDO હર્ષવર્ધનકુમાર દિલીપસિંહ જાડેજાને ટંકારા તાલુકા વિકાસ અધિકારી તરીકે મુકવામાં આવ્યા છે.

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/D6UaRbZuUwsF3CmCOiUN8w

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

આ સમાચારને શેર કરો
  • 106
  •  
  •  
  •  
  •  
  •  
    106
    Shares