Placeholder canvas

ગુજરાતનો પહેલો કિસ્સો: પતિના નિધન પછી પત્ની કરશે ગર્ભધારણ… વાંચો

પત્નીએ પતિના સ્પર્મ લેબામાં મુકાવ્યાના 30 કાલક પછી પતિનું અવસાન થયું હતું. પતિની યાદ જીવન પર્યંત રહે તે માટે એ સ્પર્મથી પત્ની આઈ.વી.એફ. ટેકનિકથી સગર્ભા થશે.

ગુજરાતમાં ઇતિહાસનો પ્રથમ કૃત્રિમ ગર્ભ ધારણ કરવાના મામલે હાઇકોર્ટે લીલી ઝંડી આપ્યા પછી મોતને બિછાને રહેતા પતિના સ્પર્મ લેવામાં આવ્યા હતા અને પછી સ્પર્મ લેબોરેટરીમાં રાખી દેવામાં આવ્યું હતું. જોકે, પત્નીએ પતિના સ્પર્મ લેબામાં મુકાવ્યાના 30 કાલક પછી પતિનું અવસાન થયું હતું. પતિની યાદ જીવન પર્યંત રહે તે માટે એ સ્પર્મથી પત્ની આઈ.વી.એફ. ટેકનિકથી સગર્ભા થશે.

અત્રે નોંધનીય છે કે, વડોદરાની મહિલાએ ગુજરાત હાઇકોર્ટમાં IVF માટે અરજી કરી હતી. ગુજરાત હાઈકોર્ટમાં અરજદારે રજૂઆત કરી હતી કે, અરજી કરનાર મહિલાના પતિ પાસે 24 કલાક જ જીવી શકે તેમ હોવાને કારણે મહિલાએ અરજી કરી છે. અરજદારના પતિ પાસે ખૂબ ઓછો સમય હોવાને કારણે પતિના સ્પર્મના ઉપયોગથી IVF કરી બાળકનો જન્મ થાય તેવી મહિલાની ઈચ્છા છે. દર્દી સભાન અવસ્થામાં ન હોવાને કારણે ડોકટરે કોર્ટ પાસેથી મંજૂરી લેવા કહ્યું હતું.

આ અરજી પર હાઈકોર્ટમાં અરજન્ટ સુનાવણી હાથ ધરી હતી. તેમજ ગુજરાત હાઈકોર્ટે માત્ર 15  જ મિનિટમાં ઘટનાની ગંભીરતા પરખી વિશેષાધિકારની રુએ મહત્વનો આદેશ કરીને સ્પર્મ લઇ લેવા આદેશ કર્યો હતો. હાઈકોર્ટના આદેશ બાદ દર્દીના સ્પમ લેવામાં આવ્યા હતા. 

હોસ્પિટલે જણાવ્યું હતું કે, આઈ.વી.એફ ટેકનોલોજીની ડિમાન્ડ 1 દિવસ પહેલા આવી હતી. અમારે લીગલ રહેવું જરૂરી હતું કોર્ટે  ખુબ જ પ્રશંસનીય કામગીરી કામગીરી કરી હતી. જે બાદ સાંજે 7:30 એ પરિવારનું કાઉન્સિલ કરવામાં આવ્યું હતું. દર્દીને બ્લીર્ડિંગ થઈ શકે તે પરિવાર ને સમજાવવામાં આવ્યું. 

પરિવારને જીવનમાં આગળ લઈ જવા માટે પત્નીનો મહત્વપૂર્ણ નિર્ણય. કોર્ટના ઓર્ડર બાદ 2થી અઢી કલાકમાં કામગીરી પૂર્ણ કરવામાં આવી. ગુજરાતમાં આ પ્રકારનો પહેલો કિસ્સો સામે આવ્યો છે. ડો. રિતેશની નિગરાનીમાં કામગીરી કરી અને અત્યારે સ્પર્મ લેબોરેટરીમાં રાખવામાં આવ્યું છે. 10 થી 15 હજાર રૂપિયાના ખર્ચ સાથે આ કામગીરી માત્ર 15 મિનિટમાં પૂર્ણ કરવામાં આવી હતી. હોસ્પિટલના કહેવા મુજબ ગુજરાતમાં આ પ્રકારનો પહેલો કેસ છે.

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/D6UaRbZuUwsF3CmCOiUN8w

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

આ સમાચારને શેર કરો