Placeholder canvas

વાંકાનેર આમ આદમી પાર્ટીએ પોલીસ જવાનોના સમર્થનમાં આવેદન પાઠવ્યું

ગુજરાતમાં શિક્ષકો બાદ હવે ગુજરાત પોલીસ પણ આંદોલન કરવાના મૂળમાં..!

વાંકાનેર:સોસીયલ મીડિયા મારફત ગુજરાત પોલીસ દ્વારા ગ્રેડ પે વધારો કરવા આંદોલન કરવાની ચીમકીઓ આપતા msg વાઇરલ થયા.તેમજ ગુજરાત વિધાનસભા બહારથી હાર્દિક પંડ્યા નામના એક પોલીસ જવાનની ગાંધીનગર LCB દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.ત્યારે આમ આદમી પાર્ટી આજ રોજ ગુજરાત પોલીસ જવાનોની માંગો વ્યાજબી હોઈ તેમની માંગણીઓ સરકાર દ્વારા સ્વીકાર કરી પોલીસ જવાનોને યોગ્ય ન્યાય મળે એ સારું આજ રોજ આદમી પાર્ટી વાંકાનેર ટીમ દ્વારા તાલુકા પોલીસ મથક મારફત મોરબી જિલ્લા પોલીસ વડાને આવેદન પાઠવ્યું હતું.

જે અંતર્ગત હથિયારી-બિનહથિયારી પોલીસ,એસઆરપી,જેલ પોલીસ અને હોમગાર્ડ જવાનોને હાલના પગાર ભથ્થાના માળખામાં ધરમૂળથી સુધારો કરી તેમની ૨૪ કલાકની ફરજ પ્રમાણે નવા ગ્રેડ પે સાથે અદ્યતન પગાર ભથ્થા લાગુ કરવામાં આવે.૨).કોન્સ્ટેબલ થી પીએસઆઇ સુધીના વર્ગ-૩ની બદલીમાં રાજકીય દખલગીરી સદંતર બંધ કરવી અને બદલી માટે નેતાઓ કે અધિકારીઓએ આજીજી કરવી ન પડે તેમજ બદલી પ્રક્રિયામાં પારદર્શકતા અને ઝડપ આવે તે સૅઉ રાજ્ય કક્ષાએ પોલીસ બદલી કમિટી ની રચના કરવી.૩).બિનજરૂરી ટાર્ગેટ આપવાથી પોલીસ ઉપર માનસિક તણાવ ઉત્પન્ન થાય છે માટે પોલીસ સ્ટેશનોમાં અટકાયતી પગલાં,પ્રહીબિશન એક્ટ,એમ.વી.એક્ટ તેમજ માસ્ક દંડ કે અન્ય બાબતે ટાર્ગેટ આપવાની પ્રથા તાત્કાલિક બંધ કરવી.

(૪)એસ.આર.પી.બટાલીયનને મહાનગરો અને જિલ્લામાં જરૂરિયાત પ્રમાણે સ્થાયી કરવામાં આવે.
૫).વતન સિવાય જિલ્લામાં પોસ્ટિંગ થયેલ મહિલા પોલીસને અગ્રીમતા ધોરણે રહેણાંકનું મકાન ફાળવવા આવે તેમજ કચેરીમાં મહિલા પોલીસની પ્રાઇવેસી અંગે વ્યવસ્થા કરવામાં આવે.
૬).પોલીસ સમસ્યાઓ નિવારણ માટે તેમજ પોલીસ વિભાગ દ્વારા સામુહિક રીતે સાંસ્કૃતિક અને સામાજિક ઉત્સવો ઉજવી શકાય તેવા ઉદ્દેશથી પોલીસ યુનિયન માં માન્યતા આપવી.

જેવા અગત્યના મુદ્દાઓ સાથે આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આવેદન પાઠવ્યુ જે સમય હાજર કાર્યકર્તાઓમાં ગનીભાઈભાઈ બાદી,હુસેનભાઈ ખોરજીયા,તૌફિકભાઈ અમરેલીયા,મુન્નાભાઈ મીર તેમજ અર્જુનસિંહ વાળા હાજર રહ્યા હતા.

આ સમાચારને શેર કરો