વાંકાનેર: રાતીદેવરી આસોઇ નદીમાં પૂલના પાયામાં ટ્રેક્ટર ખાબકયું..!
વાંકાનેર: રાતીદેવડી ગામ પાસે સાસોઇ નદી પર પુલ બનાવવાનું કામ ચાલુ છે, આ પુલના પીલોળના પાયાનું ખોદકામ થઈ રહ્યું છે. ત્યારે આજે સાંજના સમયે એક ટ્રેક્ટર આ પાયામાં ખાબકયું હતું….!!
મળતી માહિતી મુજબ રાતીદેવડી ખાતે પંચાસીયા જવાના રસ્તામાં આસોઇ નદી પર મોટા પુલનું કામ ચાલી રહ્યું છે અને આ પુલ માટેના પિલોળના પાયાનું ઊંડું ખોદાણ થઈ રહ્યું છે. તેમાં આજે સાંજના આ કોન્ટ્રાક્ટરનું સાથે લાવેલ એક ટ્રેક્ટર તેમાં શરતચૂકથી પડી ગયું હતું સદ્નશીબે કોઈ જાનહાની થઈ નથી.
હવે આ ઉંડા ખાડામાં પડેલું ટ્રેક્ટર બહાર કાઢવા માટે ભારે મહા મહેનત કરવી પડશે અથવા તો ક્રેઈન સિવાય આ ટ્રેક્ટર બહાર નીકળી શકે તેવું જણાતું નથી. ટ્રેક્ટરમાં સારું એવું નુકશાન થયું હોવાની માહિતી મળી છે.