Placeholder canvas

મોરબી જીલ્લામાં ફરજમાં બેદરકાર આચાર્ય-સીઆરસી ફરજ મોકુફ..!!

મોરબી જિલ્લામાં આવેલા માળીયા તાલુકાના હરીપર પ્રાથમિક શાળાના મહિલા આચાર્ય દ્વારા પોતાની ફરજમાં બેદરકારી દાખવવામાં આવતી હોવાથી ડીપીઈઓ દ્વારા આજરોજ તેઓને ફરજ મોકુફ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે તેવી જ રીતે આ શાળા જેની અંડરમાં આવે છે તે સી.આર.સી પણ તેમની ફરજમાં નિષ્કાળજી રાખતા હોવાથી તેને પણ ફરજ મોકૂફ કરવામાં આવ્યો છે અને તપાસ કમિટિની રચના કરવામાં આવેલ છે.

માળીયા તાલુકાના હરિપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષિકા એટલે કે આચાર્ય તરીકે ફરજ બજાવતા પાયક હસીનાબેન દ્વારા તેઓની ફરજમાં નિષ્કાળજી રાખવામાં આવતી હતી અને વડી કચેરી દ્વારા કરવામાં આવતા આદેશોનું ઉલ્લંઘન કરવામાં આવતુ હતુ, તેમજ ખોટી રીતે વિદ્યાર્થીઓના પરીક્ષામાં માર્કિંગ કરવામાં આવ્યુ હતુ આ ઉપરાંત યોગ્ય રીતે રેકર્ડનો નિભાવ પણ તેઓ દ્વારા કરવામાં આવતો ન હતો આ સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મયુરભાઇ પારેખ દ્વારા આજરોજ તેઓને ફરજમાંથી મોકુફ કરવામાં આવ્યા છે.

જ્યાં સુધી તપાસ કમિટીનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી આ આચાર્યને માળિયા તાલુકા પંચાયતના શિક્ષણ શાખામાં હાજર રહેવાનો આદેશ કરવામાં આવેલ છે આ ઉપરાંત માળીયા તાલુકાના હરીપર ગામની આ શાળાને જે સીઆરસીની અંડરમાં આવતી હતી તે સી.આર.સી કેતનભાઇ ગોસ્વામી દ્વાકા પણ અસરકારક ઓનલાઇન રિપોર્ટિંગ કરવામાં આવતું ન હતું અને તેઓની ફરજમાં નિષ્કાળજી રાખવામાં આવતી હતી માટે તેઓને પણ ફરજમાંથી મોકુફ કરવાનો ડીપીઈઓ દ્વારા આદેશ કરવામાં આવી છે જેથી એકી સાથે આચાર્ય અને સીઆરસીને ફરજ મોકુફ કરવામાં આવતા મોરબી જીલ્લાના શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.

આ સમાચારને શેર કરો