વાંકાનેર: રામચોકમાં ડેન્ગ્યુ અટકાયતના પગલાના પ્રચાર-પ્રસાર માટે રાત્રીસભા યોજાઇ
આરોગ્ય શાખા જિલ્લા પંચાયત મોરબી અને અર્બન હેલ્થ સેન્ટર વાંકાનેર દ્વારા મેડિકલ ઓફિસર ડૉ. એચ. એન. દેસાણી અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. આરીફ શેરસીયાના માર્ગદર્શન હેઠળ ડેન્ગ્યુ અટકાયતના માર્ગદર્શન અને પ્રચાર-પ્રસાર માટે વાંકાનેરના રામચોક ખાતે રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રાત્રી સભામાં અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટર એચ એન દેસાણી અને સુપરવાઇઝર ઈરફાન વકાલિયા દ્વારા ડેન્ગ્યુ સામે રક્ષણ મેળવવા શું શુ તકેદારી રાખવી તે અંગેનું માર્ગદર્શન પ્રોજેક્ટરના માધ્યમથી વિડીયો અને ચિત્રો દ્વારા ડેન્ગ્યુ ના મચ્છર ઓ કયા કયા ઉત્પન્ન થાય છે તેમજ ડેન્ગ્યુના ચિંન્હો, લક્ષણો અને સારવાર બાબતની માહિતી આપવામાં આવી હતી અને નકામા પાણીનો નાશ કરીને ડેન્ગ્યુ અટકાવવા માટેનો શું તકેદારી રાખવી તે બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…