વાંકાનેર: 108ની ટીમે બેભાન દર્દીને રોકડ સહિતનો સમાન પરત કરી પ્રેરણાદાઈ ફરજ બજાવી

વાંકાનેર 108 નાં સ્ટાફે અકસ્માત ગ્રસ્ત બેભાન હાલતમાં મળી આવેલ ઈમરજન્સી દર્દીની રોકડ અને મોબાઈલ સહિતના જરૂરી ડોક્યુમેન્ટ પરત કરી પ્રેરણાદાઈ ફરજ બજાવી હતી.
વાંકાનેરના ભાયાતિ જાંબુડિયાના બોર્ડ પાસે બાઇક સ્લીપ થવાથી ભીમજીભાઈ માન શીંગ બેભાન હાલતમાં હતા એ દરમિયાન વાંકાનેર 108 નાં પાયલોટ રામ ભાઈ કરમટા અને ઈ.એમ.ટી. દિનેશ ગઢાદરા તાત્કાલિક સ્થળ પર પહોંચી પ્રાથમિક સારવાર આપી હતી અને દર્દીને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
અકસ્માત સ્થળે થી રોકડ રકમ રૂ. 5310, પાકીટ, મોબાઈલ,જરૂરી ડોક્યુમેન્ટ રેઢા મળી આવ્યા હતાં, ત્યારે મોબાઈલ આધારે તપાસ કરી દર્દીના પુત્ર મુન્નાભાઈ ને સમગ્ર બનાવની જાણ કરી હતી અને ખરાઈ કરી રોકડ સહિત તમામ મુદામાલપરત કર્યો હતો.
ઈમર્જન્સી સમયે અવાર નવાર રોકડ રકમ સહિતની ચીજ વસ્તુઓ 108નાં સ્ટાફ ને મળતી હોય છે ત્યારે દર્દીનાં સગા સંબંધીઓને શોધીને પરત કરતા હોય છે, ત્યારે ઈમર્જન્સી સેવા ઊપરાંત ઈમાનદારી પણ નિભાવી પ્રેરણા દાઈ સેવા ને લીધે જ આજે સમગ્ર રાજ્યમાં 108ની સેવા સફળ અને આશીર્વાદ રૂપ બની રહી છે
