મોરબી: ખાટકીવાસમાં જૂથ અથડામણમાં ફાયરિંગ: 2ના મોત 5 ને ઇજા
મોરબી : મોરબી શહેરમાં રવિવારે ધોળા દિવસે ખાટકીવાસ વિસ્તારમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થઈ હતી અને બંધુકમાંથી આડેધડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં એકનું મોત થયું છે. જ્યારે પાંચથી વધુ લોકોને ગંભીર ઇજા પોહચી છે. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.
મોરબીના શક્તિ ચોક નજીક ખાટકીવાસ વિસ્તારમાં આવેલ બારશાખ રજપુત શેરીમાં આજે બપોરના સુમારે મારામારીની ઘટના બની હતી બાઈક અથડાયા બાદ બે જૂથ સામસામે આવી ગયા હતા અને મારામારીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યા બાદ ફાયરીંગ કરવામાં આવ્યું હોય જે ફાયરીંગમાં ૩૨ વર્ષના આદીલ રફીકભાઈ નામના યુવાનનું મોત થયું છે જેના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે તો ૫ થી વધુ લોકોને નાના મોટી ઈજાઓ થતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે જેમાં એક યુવાનની હાલત ગંભીર હોય જેને પણ રાજકોટ સારવાર દરમીયાન દમ તોડ્યો હતો અને ઇમરાન નામના યુવાનનું પણ મોત થતા કુલ મૃત્યુઆંક ૨ થવા પામ્યો છે જે બઘડાટીમાં મમુ દાઢી સહિતના ચાર લોકોને ઈજા થતા રાજકોટ ખસેડાયા છે
મારામારી બાદ ૨ થી ૩ ત્રણ રાઉન્ડ ફાયરીંગ થયાની માહિતી પ્રાપ્ત થઇ છે તો બઘડાટીમાં બાઈકમાં તોડફોડ થવા પામી હતી સાથે જ સ્થળ પરથી ધોકા જેવા હથિયારો પણ મળી આવ્યા હતા હાલ વિસ્તારમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે મૃતક આદીલ નામનો યુવાન સુન્ની મુસ્લિમ સમાજનો પ્રમુખના પુત્ર હોવાનું જાણવા મળ્યું છે
જ્યારે મોરબી શહેરમાં દિનદાહડે મારામારી અને ફાયરિંગ જેવી ઘટનાથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલો ઉઠ્યા છે.