વાંકાનેર પંથકમાં સઘન ચેકિંગ કરી લોકડાઉનનો ચુસ્તપણે પાલન કરાવતી વાંકાનેર પોલીસ
વાંકાનેર પંથકમાં ચાલી રહેલા લોક ડાઉન અંગે પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે વાંકાનેર શહેર પોલીસ અને તાલુકા પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરી રાત દિવસ ફરજ બજાવીને લોકડાઉનનું કડક અમલ કરાવી રહ્યા છે. જેમાં અમરસર ફાટક વાંકાનેર નેશનલ હાઈવે સહિત વિગેરે વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેક પોસ્ટ બનાવી સઘન ચેકીંગ કરવામાં આવે છે. હાલ કોરોના વાયરસ અંતર્ગત સરકાર દ્વારા કરવામાં આવેલા લોક ડાઉન અમલ કરાવવામાં પોલીસ તંત્રનો મહત્વનો ફાળો રહ્યો હોય તેમ સતત ફરજ ના ભાગે પોલીસ તંત્ર ગ્રામ રક્ષક દળ અને ટ્રાફિક બ્રિગેડ ના જવાનો ખડા પગે જોવા મળી રહી છે.
આ સમયે પ્રજામાં લોકડાઉન ને લઈને એટલી ગંભીરતા જોવા નથી મળી રહી ત્યારે વાંકાનેર સીટી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી. સી. મોલીયા દ્વારા અમરસર ફાટક પાસે ની ચેકપોસ્ટ પર સઘન ચેકીંગ કરી ને જે લોકો આવશ્યક કામ વગર આવતા હોય તેને ત્યાં થીજ પાછા મોકલી દેવામાં આવતા અને જે લોકો આવશ્યક કામ થી જવું જરૂરી હોય તેની રજીસ્ટરમાં એન્ટ્રી કરી ને જ જવા દેવામા આવતા તેમજ માલવાહક વાહનો નું સઘન ચેકીંગ કરવા માં આવતું. આ રીતે સરકાર દ્વારા કરવામાં આવેલા લોક ડાઉન નું ચુસ્તપણે અમલ કરાવવા વાંકાનેર સીટી પોલીસના સ્ટાફ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.
(તસ્વીર-અલીઅકબર દેકાવડીયા)
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/K1QHeiulFjQCXJeeqLMEL0
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…