Placeholder canvas

વાંકાનેર: રાવણ હથ્થાના કલાકાર બાબુભાઈ બારોટનું નિધન

વાંકાનેર : રાવણ હથ્થાના સંગીતથી ગુજરાતી ક્લાપ્રેમી જનતાને ડોલવનાર વાંકાનેરના જાણીતા કલાકાર બાબુભાઈ બારોટનો આજે જીવનદીપ બુઝાયો છે. હદયરોગનો હુમલો પ્રાણઘાતક નીવડ્યો હતો અને આ કલાકારનું અકાળે અવસાન થતાં કલાપ્રેમીઓમાં ભારે ઘેરો શોક છવાઈ ગયો છે.

મુળ વાંકાનેર તાલુકાના મહિકા ગામના અને હાલ વાંકાનેર રહેતાં રાવણ હથ્થાના ગુજરાતનો નામી કલાકાર બાબુભાઈ કાનજીભાઈ બારોટ ગારડી સોલંકીને તા.૧૧ ના રોજ સાંજના ૭ વાગે અચાનકજ હૃદયરોગનો હુમલો આવતાં તેમનું અકાળે અવસાન થયું હતું. બાબુભાઈ કાનજીભાઈ બારોટ રાવણ હથ્થાના સંગીતના નખશીખ નિપુર્ણ કલાકાર હતા. તેઓએ રાવણ હથ્થાના સંગીત અને પોતાના આષાઢી સુરના સથવારે ગુજરાતની ક્લાપ્રિય જનતાને તરબોળ કરી દીધી હતી.

આજના આધુનિક યુગમાં સંગીતના અત્યાધુનિક સાધનો વચ્ચે પણ તેમણે પોતાની આગવી કોઠાસૂઝ અને કુદરતી કલા બક્ષીશથી રાવણ હથ્થાના સંગીતને જીવંત રાખ્યું હતું તેમણે દૂરદર્શન અને રેડિયોમાં અનેક પ્રોગ્રામ આપ્યા હતાં અને રાવણ હથ્થાના સંગીતથી ગુજરાતની કલાપ્રેમી જનતા નિર્ભેળ મનોરંજન પૂરું પાડ્યું હતું. આવા રાવણ હથ્થાના સિદ્ધહસ્ત કલાકારે અચાનક જ ફાની દુનિયા છોડી દેતાં કલાપ્રેમીઓમાં ઘેરો શોક છવાઈ ગયો છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/K1QHeiulFjQCXJeeqLMEL0

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો